
ત્રીજા ફટકે શ્રીફળ તૂટે એનો અર્થ એ નથી કે પહેલા બે ફટકા નિષ્ફળ ગયા- આવું જ કંઇક જીવનમાં છે
આપ સૌનું માં letsbuilddestiny ખુબ સ્વાગત છે. Letsbuilddestiny- A powerful platform to share powerful thoughts.
આજે ફરી એક વાર આપની સાથે એ સરસ હકારાત્મક વિચાર લઇ ને આવ્યો છું. શીર્ષક વાંચી ને આપ સૌને ખ્યાલ તો આવી જ ગયો હશે આજ ના લેખ વિષે. મને મારા એક વાંચકે બહુ સરસ મેસેજ કર્યો કે ભાઈ તમે લખો છે એમાનું ઘણું બધું અમે જાણીએ જ છીએ પરંતુ તમારો લેખ વાંચ્યા પછી એને અમલ મુકવાની ઈચ્છા થાય છે. તમારા લેખ વાંચતા હોઈએ ત્યારે એમ જ લાગે છે કે જાણે અમે એ દ્રશ્ય આંખો સામે જોઈએ જ રહ્યા છીએ. હું એમનો આભારી છું એમની લાગણી વ્યક્ત કરવા બદલ.
ચાલો આજ નો આ લેખ થોડાક જ શબ્દો માં આપની સામે રજુ કરીશ.
મંગળવાર નો દિવસ હતો. હોસ્પિટલ થી હું ઘરે જઈ રહ્યો હતો. રસ્તા માં હનુમાનજી નું મંદિર આવ્યું. આમ તો હું રોજ નમન કરી એમનો આભાર માનતા નીકળી જાઉં. પણ આજે થયું લાવ ને સમય છે તો આજે દર્શન પણ કરતો જાઉં. મંદિર માં ગયો. દર્શન કર્યા. હું જયારે પણ મંદિર માં જાઉં ત્યારે ભગવાન પાસે કસું માંગવા કે ફરિયાદ ના કરું. બસ એક જ ભાવ કે હે પ્રભુ તે મને મારી લાયકાત કરતા પણ વધુ આપ્યું છે. તારી અસીમ કૃપા છે. તારો મારા માટે અનહદ પ્રેમ છે. બસ મારી અંદર રહજો અને દરેક સારા કર્યો માટે મને નિમિત બનાવજો. કરવા વાળા તો આપ જ છો. Love you so much. પ્રભુ કેટલા પરમ કૃપાળુ હશે કે બધું જ કરે એ અને જશ આપણા ના મળે. વાહ વાહ આપણા ને મળે. તો પછી ફરિયાદ અને માગવાનું કેમ એમની પાસે?
દર્શન કરી ને હું બહાર આવ્યો. વાતાવરણ સરસ હોવાથી થયું લાવ ને અહિયાં થોડો સમય વિતાવું. હું ત્યાં જ એક ઓટલા પર બેઠો. ત્યાં સામે જ શ્રીફળ વધેરવા માટે નું સ્થળ હતું.ઘણા બધા પોતાની શ્રદ્ધા મુજબ ત્યાં શ્રીફળ વધેરતા હતા. ઘણા લોકો નું એક જ ફટકે તૂટી જાય તો ઘણા લોકો ને ૩-૪ ફટકા પછી.પરંતુ કોઈ એવું ન હતું કે ૩ -૪ ફટકા માર્યા પછી ના તૂટ્યું અને ત્યાર બાદ પ્રયત્નો છોડી દીધા અને જતા રહ્યા કે શ્રીફળ ના વધેર્યું. પોતાની પૂરી શક્તિ અને સંપૂર્ણ સમર્પણ સાથે પ્રયત્નો કરતા.
બસ આ જોઈ ને મને વિચાર આવ્યો જે જીવન માં પણ કંઇક આવું જ છે ને. આપણા જે જોઈએ છે તે મેળવવા આપણે બધા પ્રયત્નો કરીએ છીએ. કોઈક ને એક જ વાર માં સફળતા મળે છે તો કોઈ ને થોડા પ્રયાસો બાદ. થોડી નિષ્ફળતા બાદ. મોટા મોટા વૈજ્ઞાનિકો ને પણ કેટલાય નિષ્ફળ પ્રયોગો બાદ સફળતા મળે છે. પરંતુ અહિયાં વાત એ લોકો માટે છે જે એક જ નિષ્ફળતા પછી પ્રયત્ન નથી કરતા. રડી ને કે મન માનવી ને બેસી જાય છે. આપણે જીવન માં કેમ સંપૂર્ણ સમર્પણ સાથે કે પૂરી શક્તિ થી પ્રયત્ન નથી કરતા. એક વાર નિષ્ફળ જઈએ એટલે વાત ખતમ? મને લાગે છે જરૂર છે તો એક મક્કમ મનોબળ ની.એક દૃઢ નિર્ણય ની. કે બસ આ તો હું મેળવી ને જ રહીશ. કોઈક ને એક વાર માં સફળતા મળે છે તો કોઈક ને ૩-૪ ફટકા મારવા પડે છે. જરૂરી નથી કે તમે જે મેળવવા માંગો છો તે એક જ વાર માં મેળવી લો. નિષ્ફળતા માંથી શીખો અને આગળ વધો. પ્રયત્નો ચાલુ રાખો. ક્યારેક એવું પણ બને કે તમે એક જ પગથીયું દૂર હોવ તમારી સફળતા કે મન ગમતી વસ્તુ થી પણ તમને લાગે કે બસ હવે બહુ થયું હું આટલી વાર નિષ્ફળ ગયો. હવે મને નહિ જ મળે. પરંતુ હકીકત માં તમે તમારા લક્ષ્ય થી બહુ જ નજીક હતા.
અંત માં એટલું જ કેહવા માંગીશ કે પ્રયત્નો છોડશો નહિ. તમારી શક્તિ પર ભરોષો રાખો. ઈશ્વર પર ભરોષો રાખો. યાદ રાખજો ત્રીજા ફટકે શ્રીફળ તૂટે એનો અર્થ એ નથી કે પહેલા બે ફટકા નિષ્ફળ ગયા.
મારી વાત સાથે સમંત હોવ તો આ લેખ ને બને એટલા લોકો વિદ્યાર્થીઓ સાથે શેર કરો. આપનો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્ષ માં જરૂર જણાવશો.
આગળ નો લેખ વાંચો:જિંદગી એક વાર મળે છે – જીવી લો
http://www.letsbuilddestiny.org.in/life-is-one-time-live-it-fullest/
સદા હસતા રહો. આનંદિત રહો. સકારાત્મક રહો. સુરક્ષિત રહો.
How useful was this post?
Click on a star to rate it!
Average rating / 5. Vote count:
We are sorry that this post was not useful for you!
Let us improve this post!
Thanks for your feedback!
How true!!!! Viralbhai!!! What an observation!! We have noticed many times but never thought of giving words to such incidents!!! Superb👏👏👌👌
જોરદાર, ફરી એકવાર,
ખૂબ આગળ વધે ભાઈ.
ખૂબ સરસ
Thank you sister
Very nice n quite inertesting seems
Everyone goes to temple
Here i appreciate observation n it’s analysis
From shrifal to try n try
Nice journey
& i personally fond of victory
But from ur notes i realize
Important is to try
Not to give up
Result is not matter then
Good to read
Thank you for opening my eyes…
Thank you for sharing your opinion
Very good article.
Thank you so much Nipul bhai