દુનિયા નો સૌથી ખતરનાક ઝોન – કમ્ફર્ટ ઝોન

દુનિયા નો સૌથી ખતરનાક ઝોન – કમ્ફર્ટ ઝોન

30th May 2019 0 By Dr.Viral Shah

આપ સૌનું માં letsbuilddestiny ખુબ સ્વાગત છે. Letsbuilddestiny- A powerful platform to share powerful thoughts.

આજે ફરી એક વાર આપની સાથે એ સરસ હકારાત્મક વિચાર લઇ ને આવ્યો છું.આજ નો આ લેખ મારા વ્હાલા વિધાર્થીઓ તથા યુવાન મિત્રો માટે છે. પરંતુ આપ સૌ લોકો આ લેખ ને વાંચી ને એને શેર જરૂર કરી શકશો.

મારો આગળ નો લેખ ત્રીજા ફટકે શ્રીફળ તૂટે એનો અર્થ એ નથી કે પહેલા બે ફટકા નિષ્ફળ ગયા- આવું જ કંઇક જીવનમાં છે ને ખુબ સારો પ્રતિસાદ મળ્યો. લોકો એ પોતાના મંતવ્યો પણ શેર કર્યા. એના માટે હું એમનો ખુબ આભારી છું.

મારા એક મિત્ર જે મારા બધા જ લેખ વાંચે છે અને શેર કરે છે અને ત્યાં સુધી કહું કે જયારે એ એમના મિત્ર વર્તુળ માં હોય ત્યારે એની ચર્ચા પણ કરે. ચર્ચા નું પરિણામ પણ મને જરૂર થી જણાવે. એમને મને કહ્યું કે ભાઈ વિદ્યાર્થીઓ અને યુવાનો માટે કંઇક એવું લખો કે જે એમને એક સફળ વ્યક્તિ બનાવે. ૧૦ -૧૨ ના પરિણામ આવ્યા અને એમાં કેટલાક વિધાર્થીઓ નું બહુ સારું પરિણામ આવ્યું તો કેટલાક નું બહુ ખરાબ. બધી જ સાધન સગવડ હોવા છતાં કેમ આમ? સારી સ્કુલ, સારા ટ્યુશન ક્લાસ, આવા જવા માટે ગાડી કે પોતાનું વિકલ, ઘરે પણ શાંતિ થી વાંચી શકે એ માટે અલગ એ સી વાળો રૂમ. માતા પિતા ખાવા થી લઇ ને દરેક વસ્તુ નું ધ્યાન રાખે છે તો પછી સારું પરિણામ આવું જોઈ ને?

મેં કીધું બસ આ જ તમારો જવાબ છે. એ લોકો દુનિયા ના સૌથી ખતરનાક ઝોન માં છે એ છે કમ્ફર્ટ ઝોન. એ જ એમનો વિકાસ કરતા કે સફળ થવા માટે અટકાવે છે.

એમને મને કીધું: “પંરતુ આ બધું હોય એમાં ખોટું શું છે? ઉપરથી સારું છે ને કે આટલી સગવડ હોવાથી સરસ કોઈ ચિંતા વગર મહેનત કરી શકાય.

મેં કીધું:”હું સગવડ ના વિરોધ માં નથી, હું એ સગવડ માં રહી ને મહેનત કે તકલીફ ના લેવા ના વિરોધ માં છું.

એ લોકો એટલાજ વાગે ઉઠે છે જેટલા વાગે એમને ઉઠવું હોય. શાંતિ થી તૈયાર થવાનું. સહેજ પણ અગવડ પડે એટલે પરીસ્તિથી નો દોષ દેવાનો. પહેલા ના જમાના માં ગુરુકુળ પરંપરા હતી કે ઘર અને મહેલ થી દૂર ગુરુ ના આશ્રમ માં રહી ને બધી સુખ સાહેબી છોડી ને વિદ્યા લેવાની. જેથી મન કે મગજ ભટકે નહિ અને સંપૂર્ણ એક ચિત સાથે વિદ્યા લઇ શકાય.

ચાલો ગુરુકુળ પરંપરા સમય બદલાયો છે એટલે ના હોય પંરતુ આજે અભાવ છે તો એક લક્ષ્ય નો. એક ચિત્ત નથી મોટા ભાગ ના લોકો પાસે.. યુવાનો અને વિદ્યાર્થીઓ એક પોતાનો કમ્ફર્ટ ઝોન બનાવી દીધો છે એની બહાર આવાનું જ નહિ.સહેજ પણ ના ગમતું કરવાનું જ નહિ. થોડી પણ પોતાને કષ્ઠ પડે એવી કોઈ વાત જ નહિ કરવાની. અને એટલે જે લોકો કમ્ફર્ટ ઝોન ની બહાર આવે છે એ લોકો ને સફળતા ૧૦૦% મળે જ છે. પોતાના લક્ષ્ય માટે કઈ પણ કરી જવાની હિમંત જ એમને સફળ બનાવે છે. જેમ ગીતા માં ભગવાને કહ્યું છે ને કર્મ કરવું આપણા હાથ માં છે તો પછી કર્મ કેમ ૧૦૦% સમર્પણ સાથે ના કરી શકીએ?

આપ સૌ જાણતા જ હશો કે આપણું ભવિષ્ય આપણે આજે કરેલા કર્મ પર છે. બસ તો પછી રાહ શેની જોવાની તૈયાર થઇ જાવ. કમ્ફર્ટ ઝોન ની બહાર આવવા માટે એક જ મંત્ર છે “ અત્યારે જ , હમણાં જ શરુ કરો.” જે તમારી પાસે છે તમે જ્યાં છો અને જેવા છો ત્યાંથી જ તમારી યાત્રા શરુ કરો. વિચારવા વિચારવા માં સમય પસાર કરશો નહિ.એક કહેવત  હંમેશા યાદ રાખજો “ હિમત એ મર્દા તો મદદ એ ખુદા”. પોતાની જાત પર અને પોતાની શક્તિ પર ભરશો કરો.હિમંત કરો અને આગળ વધો.

મારી વાત સાથે સમંત હોવ તો આ લેખ ને બને એટલા લોકો અને વિદ્યાર્થીઓ સાથે શેર કરો. આપનો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્ષ માં જરૂર જણાવશો.

સદા હસતા રહો. આનંદિત રહો. સકારાત્મક રહો. સુરક્ષિત રહો.

8010cookie-checkદુનિયા નો સૌથી ખતરનાક ઝોન – કમ્ફર્ટ ઝોન

How useful was this post?

Click on a star to rate it!

Average rating / 5. Vote count:

As you found this post useful...

Follow us on social media!

We are sorry that this post was not useful for you!

Let us improve this post!