તમે જ તમારા જીવન ના લેખક  Nick Vujicic નું પ્રેરણાદાયી જીવન

તમે જ તમારા જીવન ના લેખક Nick Vujicic નું પ્રેરણાદાયી જીવન

8th February 2019 8 By Dr.Viral Shah

આપ સૌનું letsbuilddestiny માં ખુબજ સ્વાગત છે. શક્તિશાળી વિચારો આદાન પ્રદાન કરવાનું શક્તિશાળી માધ્યમ.

આજે હું તમને બધા ને એક બહુ જ પ્રેરણાદાયી વ્યક્તિ સાથે મુલાકાત કરવાનો છું. આજનો આ લેખ વાંચ્યા પછી તમે જરૂર થી વિચાર કરશો કે જીવન માં આપણે જો ધારી એ તો શું ના કરી શકીએ

ચાલો શરૂઆત કરીએ,

આપણા માંથી ઘણા બધા ને જીવન માં ખુબજ ફરિયાદો છે. આપણે જીવન માં કોઈ એક સમય પર નાસીપાસ થઇ જઈએ છીએ. આપણે ધારેલી વસ્તુ ના થાય તો દોષ બીજા ને આપી એ છીએ. કશુંક અસાધારણ કરી જવાનો વિચાર તો કરીએ છીએ પરંતુ હિંમત નથી કરતા અને પછી બહાના આપી એ છીએ કે મારી પાસે આ નહોતું અથવા આપણે ના કરી શકીએ, એ તો નસીબ ની વાત છે અને એવું ઘણું બધું.

તો આવો આજે તમને વાત કરું એક એવા વ્યક્તિ ની જે જન્મ થી એક બહુજ ઓછી જોવા મળતી ખામી થી પીડાય છે. આવો આપણે આજે મુલાકાત લઈએ Nick Vujicic  ની.

Nick Vujicic નો જન્મ ૪ ડિસેમ્બર ૧૯૮૨ ના રોજ એક ખુબજ ઓછી જોવા મળતી ખામી સાથે થયો. એ ખામી નું નામ છે ફેકોમેલીયા (Phocomelia) જેમાં હાથ અને પગ હોતા નથી. એ વખત માં ફક્ત ૭ લોકો માં આ ખામી જોવા મળી હતી. નર્સે જ્યારે એની માતા ને Nick આપ્યો ત્યારે તેમણે Nick જોવાની કે પકડવાની સાફ નાં જ પાડી દીધી. પરંતુ ભગવાન ની આજ મરજી હશે એમ માની એમના માતા પિતા એ વાસ્તવિક્તા સ્વીકારી લીધી.

Nick ના બાળપણ માં તેમના બંને પગ ના અંગુઠા જોડાયેલા હતા પરંતુ ડોક્ટર એ સફળ સર્જરી કરી બંને અંગુઠા જુદા કર્યા જેથી તે તેનો ઉપયોગ કરી શકે. બાળપણ માં એ તેમના પગ ની મદદ થી કોમ્પ્યુટર કરતા, લખતા અને ચોપડીઓ પણ વાંચતા. એ એમના પગ નો ઉપયોગ હાથ ની જેમ કરતા.

Nick ના પોતાના શબ્દો માં એમની કહાણી કંઇક આ રીતે છે.

Nick કહે છે,

“જરા એક મિનિટ માટે હાથ અને પગ વગરના દિવસ ની કલ્પના કરો. તમારા જીવન ની કલ્પના કરો કે તમે ચાલી શકતા નથી, તમારી સામાન્ય જરૂરિયાતો પણ પૂરી નથી કરી શકતા, જેને તમે પ્રેમ કરો છો તને તમે પ્રેમ થી ભેટી પણ શકતા નથી.”

શરૂઆત ના બાળપણ ના દિવસો મુશ્કેલ હતા. એમના બાળપણ માં એમને ઘણી મુસીબત નો સામનો કરવો પડ્યો. શાળા માં, કોલેજ માં બધી જ જગ્યા એ બીજા વિદ્યાર્થી કે બીજા માણસો થી જુદા પડતા. એમને પોતાને બહુ જ સંકોચ થતો પોતાને જોઈ ને. એ હમેશાં પોતાના જીવન ના ઉદેશેય ને શોધતા. એમને શંકા પણ થતી કે એમના જીવન નો કોઈક ઉદેશ્ય પણ હશે કે કેમ? આ જીવન મારું વ્યર્થ તો  નથી ને?

Nick કહે છે કે જીવન ના સંઘર્ષ માં જો તેમની જીત થઇ હોય તો તેનો સમગ્ર શ્રેય હું મારા ભગવાન ને આપીશ. જેઓ હમેશાં મારી સાથે રહ્યા. ઘણી સંઘર્ષ મય જિંદગી પછી તેમને અનેક સફળતા મળી.

19 વર્ષ ની ઉમર માં શરુ કરેલી એક સફળતા ભરેલી યાત્રા આજે પણ એમની ચાલુ છે. Nick દુનિયાભરના  વિવિધ દેશ માં ગયા અને પોતાની જીવન યાત્રા હજારો,કરોડો લોકો સુધી પહોંચાડી જે કેટલાય જીવન માં હિંમત હારી ચુકેલા માણસો માટે વરદાન સાબિત થઇ. કેટલાય જન્મ થી ખોડ-ખાંપણ થી પીડાતા માણસો ને નવું જીવન મળ્યું.

આજે આ ખુબજ  ડાયનામિક જુવાન પ્રચારક એ ઘણી બધી સફળતા મેળવી છે. તે આજે એક સફળ લેખક, સંગીતકાર, અભિનેતા છે. એમના શોખ વિષે જણાવતા Nick કહે છે કે તેમને Painting , Swimming અને Fishing નો ખુબજ  શોખ છે.

Nickએ હકારાત્મકતા અને પ્રેરણા આપતા ઘણા બધા અદભુત પુસ્તકો લખ્યા છે.

Nick આજે તેમની પત્ની Kanae Miyahara અને ૪ બાળકો સાથે એક સુંદર ખુશહાલ જીવન જીવી રહ્યા છે.

Nick કહે છે કે “જો ભગવાન એક હાથ અને પગ વગર ના મારા જેવા માણસ ને એના હાથ અને પગ બનાવી શકતો હોય તો એ દુનિયા ના કોઈ પણ દિલ થી ભગવાન માટે કામ કરવા માગતા માણસ ને હમેશાં મદદ કરે છે.”

જો nick  હાથ અને પગ વગર પણ આટલું સુંદર જીવન જીવી શકતો હોય તો વિચારો કે આપણા ને તો ભગવાન એ બધું જ આપ્યું છે. સારા પરિવાર માં જન્મ, સારી બુદ્ધિ અને બીજું શું નહિ? જીવન માં કેટલીક પરીસ્તીથી એવી આવે જ્યાં આપણે નિરાશ થઇ જઈએ કે બસ જીવન પર પૂર્ણવિરામ મૂકી દેવાની પણ ઈચ્છા થઇ જાય, ત્યારે ભગવાન પાસે હિંમત માંગી અને Nick જેવા માણસો પાસે થી પ્રેરણા લઇ ને આગળ વધવું જોઈએ. બીમારીથી બની શકે કે કોઈક ખોડ-ખાંપણ આવી જાય કે અન્ય કોઈક દુર્ઘટના માં આપણે કશુંક ગુમાવી બેસીએ એવા સમય પર હિંમત  હાર્યા વગર ફરી થી એક નવું જીવન શરુ કરી શકીએ. દુનિયા ના બીજા લોકો માટે પ્રેરણા બની શકીએ, બસ જરૂર છે તો હિંમત ની. જરૂર છે એક હકારાત્મક દૃષ્ટિકોણ ની. આપણું જીવન સારું કે ખરાબ સંપૂર્ણ આપણા જ હાથ માં છે. જીવન માં કઈ જ ન હોય તો પણ તેને સુંદર જીવી શકાય છે એ શીખવાડે છે Nick નું જીવન અને જીવન માં બધું જ હોય તો પણ બસ ફરિયાદ કરી ને જીવન માં અશાંતિ અને તણાવ પણ ઊભો કરી શકીએ છીએ. દુખ માં રહી ને આ જીવન પશુ ની જેમ જીવી શકીએ છીએ. આપણે બધા જ સુખ ની વચ્ચે દુખ માં જીવતા હોઇએ છીએ. જરા શાંતિ વિચારો આપણે એવું તો નથી કરી રહ્યા ને?

તમે જ વિચારો તમારું જીવન કેવું હોવું જોઈએ? તમે જ તમારા જીવન ના લેખક બની શકો છો.

Nick Vujicic
letsbuilddestinyHero

Nick ના કેટલાક ખુબજ પ્રેરણા દાયક વિડિયો જુઓ નીચે ની લિંક પર થી

https://www.youtube.com/nickvujicictv.

Nick ની અન્ય માહિતી માટે https://www.lifewithoutlimbs.org/

જો આ લેખ તમને ગમે તો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર થી શેર કરો.

તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ માં જરૂર થી જણાવશો.

સદા હસતા રહો.સદા હકારાત્મક રહો. આનંદિત રહો. સુરક્ષિત રહો.

3380cookie-checkતમે જ તમારા જીવન ના લેખક Nick Vujicic નું પ્રેરણાદાયી જીવન

How useful was this post?

Click on a star to rate it!

Average rating 4.3 / 5. Vote count: 7

No votes so far! Be the first to rate this post.

As you found this post useful...

Follow us on social media!

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?