
માતા નું ધાવણ- બાળક માટે અમૃત
આપ સૌનું માં letsbuilddestiny ખુબ સ્વાગત છે. Letsbuilddestiny- A powerful platform to share powerful thoughts.
સૌ પ્રથમ તો આપ લોકો ના અમુલ્ય સહકાર બદલ આપ સૌનો આભાર. મારા દરેક લેખ ને આપ સૌ લોકો એ ખુબ સારો આવકાર આપ્યો છે. ઘણા બધા અમુલ્ય અને અસરકાર સુજાવ પણ મળ્યા છે જેનો મેં અમલ પણ કર્યો છે.
થોડા વખત પહેલા આપ લોકો એ જે લેખ વાંચ્યો અંધશ્રદ્ધા – એક ભયંકરરોગ Superstition (Misbelief)- A Frightful Disease એનો બીજો ભાગ જલ્દી આપ લોકો વાંચી શકશો.
ચાલો હવે શરૂઆત કરીએ. આજના લેખ વિષે. શીર્ષક વાંચી ને આપ લોકો ને ખ્યાલ તો આવી જ ગયો હશે. આજનો આ લેખ એક માહિતી રજૂઆત કરતો લેખ છે. ઘણા બધા લોકો ફક્ત શીર્ષક જોઈ ને જ લેખ વાંચશે નહી એમ સમજી ને આપણા ને શું કામ છે? પરંતુ મારી આપ સૌ ને એક વિનંતી છે કે આપ લેખ જરૂર વાંચો અને આ લેખ ને તમને લાગે એ લોકો સાથે શેર જરૂર કરશો. તમને કશુંક તો નવું જાણવા જરૂર મળશે જ.
To read this article in English: click here
આપણા સૌ ના જીવન માં એક દિવસ જરૂર આવે છે જયારે માતા-પિતા બનાવાનો એ સુખદ અનુભવ આપણા ને મળે છે. બાળક ના જન્મને શાસ્ત્રો માં ખુબ જ પુણ્ય ક્ષણ ગણાવી છે. કહેવાય છે ને કે માતા નું સુખ પામવા તો ભગવાન પણ આ પૃથ્વી પર મનુષ્ય થઇ ને અવતરે છે. બાળક ના જન્મ પછી માતા પિતા નું જીવન જ જાણે બદલાઈ જાય છે. બાળક જ દરેક માતા પિતા ની પ્રાથમિકતા બની જાય છે. કામ પર થી થાકેલા આવેલા માતા પિતા જયારે બાળક ને જોવે ત્યારે એક નવી જ ઉર્જા નું સંચાલન થાય છે. થાક કયાં ગાયબ થઇ જાય છે . ઓફીસ માં કામ કરતી એ માતા દરેક ક્ષણે બાળક નો વિચાર કરે છે. દાદા દાદી બાળકને ખુબ જ લાડ લડાવે છે. જે દાદા એક સમયે પિતા હતા તેવા ન રેહતા ખુબ જ લાગણીશીલ થઇ જાય છે. નવી વાર્તાઓ શીખવી અને એ પોતાના પૌત્ર કે પૌત્રી ને કહેવામાં જાણે એમને અનેરો આનંદ મળે છે. આજના આ સમય માં માતૃત્વ અને પિતૃત્વ ની એક અલગ જ વ્યાખ્યા છે જેને આપણે પેરેટીંગ ના નામે ઓળખીએ છીએ. પરિવર્તન જ સંસાર નો નિયમ છે એ સત્ય સ્વીકારી ને આજ નું પેરેટીંગ પણ ઘણું બદલાયું છે અને જે સારું છે. નવા વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને બાળ માનસ પર થયેલા વિવિધ પ્રયોગો પર થી ઘણી નવી જાણકારી સામે આવી છે. જેને લીધે ઘણી જાગરૂકતા પણ આવી છે. તેમાંની એક છે માતા નું ધાવણ- બાળક માટે અમૃત.
એ દિવસ યાદ કરો જયારે તમને ખબર પડી કે હવે તમે માતા પિતા બનવાના છો. બની શકે કે તમે જયારે આ લેખ વાંચી રહ્યા છો ત્યારે તમે જીવન ના એ શ્રેષ્ઠ સમય માં થી પસાર થઇ રહ્યા હોવ.
તમે કદાચ એ ક્ષણ ને ફક્ત અનુભવી શકો એનું વરણ કરી શકો નહિ. અમેરિકા માં એક રિસર્ચ થયો જેમાં લોકો ને પૂછવામાં આવ્યું કે “તમારી જિંદગી ની સૌથી બેસ્ટ ક્ષણ કઈ હતી?”
અને તમને જાણી બહુ જ નવાઈ લાગશે ૮૯% લોકો ને કહ્યું કે “ જે દિવસે અમે માતા પિતા બન્યા” “ જે દિવસે અમારા બાળક નો જન્મ થયો.”
મારા જીવન માં પણ મારી દીકરી રીયાંશી ના જન્મ પછી આ વાત સાચી લાગે છે. હા,પરંતુ માતા પિતા બનવું એ એક જવાબદારી નું પણ કામ છે. મારા જીવન ના અનુભવ પરથી તમેજ વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો નું વાંચન કર્યા પછી જ હું આ લેખ લખી રહ્યો છું.
મારા જીવન માં હું છેલ્લા કેટલાક સમય થી ઘણા બધા લોકો મળ્યો. તેમના મન માં માતા ના ધાવણ માટે ની જે ગેરમાન્યતાઓ છે તેના માટે તેમજ લોકો હજી પણ રૂઢીચુસ્ત માન્યતાઓ ને લીધે માતા ના ધાવણ નું મહત્વ ઓછુ આંકે છે. જેથી આ મહિતી મને લોકો સુધી પોહચાડવવાની જરૂરિયાત લાગી.
માતા ના ધાવણ ને આપણા આયુર્વેદ માં અમૃત ની તુલના આપી છે. એક નવજાત શિશુ માટે એનું મહત્વ ખુબજ છે. કેમ એને અમૃત સમાન કહેવામાં આવ્યું? તેની વાત હું તમને જણાવીશ
એક મંત્ર
“ पयोःअमृतं रसं पीत्वा कुमारस्ते शुभानने
दीर्घं आयुः अवप्नोतु देवाः प्रष्याम्रुतं याथः||”
અનુવાદ: જેમ દેવો ને અમૃત પીવાથી અમરત્વ પ્રાપ્ત થયું તેમ મારા બાળક ને મારું ધાવણ પીવાથી સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય
આ મંત્ર મુજબ આયુર્વેદ માં માતા ના ધાવણ ને અમૃત સાથે સરખાવામાં આવ્યું છે
માતા ના ધાવણ માં રહેલા પદાર્થો:
એક નવજાત શિશુ ને પ્રથમ ૬ માસ માં જે પણ પોષક તત્વો ની જરૂર હોય છે જેવા કે ફેટ, કાર્બોહાઈડ્રેટ પ્રોટીન, વિટામીન, મિનરલ અને પાણી તે બધા જ માતા ના ધાવણ માં ખુબ જ સારી માત્રા માં રહેલા હોય છે.
જે ખુબ જ સરળતાથી પચી જાય છે અને તેથીજ નવજાત શિશુ ના વિકાસ માં તેનો યોગ્ય ઉપયોગ થઇ શકે છે.
આ ઉપરાંત, માતા ના ધાવણ માં ઘણા બધા બાયોએકટીવ (જૈવિક રીતે સક્રિય) તત્વો રહેલા છે જે નવજાત શિશુ ની અપરિપક્વ રોગપ્રતિકારક શક્તિ ને મજૂબત બનાવે છે તેને સક્રિય કરે છે જેથી નવજાત શિશુ ને ઘણા બધા રોગો ના સંક્રમણ સામે રક્ષણ મળે છે.
દરેક સગર્ભા બેહનો એ પોતાના આહાર નું વિશેષ દયાન રાખવું જોઈએ. દરેક બહેનો એ પોષણ યુક્ત આહાર લેવો જોઈએ જેથી તેમને જરૂરી બધા જ વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે . તેની ઉણપ ના સર્જાય તેનું ધ્યાન રાખવું જોઈએ
પોષક તત્વો વિષે વધારે વિસ્તૃત માં જાણવા કે વાંચવા માટે અહિયાં ક્લિક કરો.

કોલોસ્ટ્રમ અને પરિપક્વ ધાવણ (દૂધ)
કોલોસ્ટ્રમ એ એવું એક ખાસ પ્રકાર નું માતા નું દૂધ છે જે ડીલીવરી (નવજાત બાળક નો જન્મ) પછીના ૨થી ૩ દિવસ સુધી આવે છે. તે લગભગ ૪૦ -૫૦ મી.લી, જેટલી ખુબજ ઓછી માત્રામાં હોય છે પરંતુ એક નવજાત શિશુ ને તે સમયે જોઈતા બધા જ તત્વો તેમાં હોય છે.
કોલોસ્ટ્રમ માં શ્વેતકણો તેમજ ઍન્ટિબૉડિ (બાહ્વ રોગનાં જંતુઓનો સામનો કરનારાં લોહીનાં પ્રતિદ્રવ્યો) ખાસ કરી ને sIgA (secretory immunoglobulin A), ચરબી માં ઓગળી જાય તેવા વિટામીન (ફેટ સોલ્યુબલ) (A,E,K) વધારે માત્રા હોય છે.
જન્મના એક કલાકની અંદર, માતાનું ઘાટું, પ્રથમ દૂધ (કોલોસ્ટ્રમ) બાળકને આપવું જોઈએ. એ ખૂબ જ જરૂરી છે. માતાનું પ્રથમ દૂધ સૌથી સારૂં હોય છે, તેને ફેંકી ન દો તથા એ બાબતની તકેદારી રાખો કે બાળકને તે મળે.
માતાનું પ્રથમ દૂધ જરૂરી છે કેમ કે તે બાળકના પાચનતંત્રને આવનારા કેટલાક દિવસોમાં બાળકને મળનારા પરિપક્વ દૂધ માટે તૈયાર કરે છે. માતાનું પ્રથમ દૂધ ધાતુ (ઝિન્ક), કૅલ્શિયમ તથા વિટામિન્સ જેવા પોષણથી ભરપૂર હોય છે.
વધારે વિસ્તૃત માં જાણવા કે વાંચવા માટે અહિયાં ક્લિક કરો.
ડીલીવરી (નવજાત બાળક નો જન્મ) પછીના ૩ કે ૪ દિવસ થી ધાવણ વધારે માત્રા માં બનવાની શરૂઆત થાય છે. સામાન્ય રીતે એક નવજાત શિશુ ત્રીજા દિવસે ૨૪ કલાક માં ૩૦૦ -૪૦૦ મી.લી. જેટલું દૂધ લે છે. અને જે પાંચમાં દિવસે ૫૦૦- ૮00 મી.લી. જેટલું થઇ જાય છે. ડીલીવરી ના ૨ અઠવાડિયા પછી જે ધાવણ આવે છે તેને પરિપક્વ ધાવણ કહેવાય છે.

પશુ નું દૂધ અને પાવડર વાળું દૂધ (Infant Formula)
પશુ નું દૂધ
માતા ના ધાવણ કરતા,ગુણવત્તા તેમજ તેમાં રહેલા પોષક તત્વો ની માત્રા માં ઘણું જ અલગ પડે છે. ૬ માસ કરતા ઓછી ઉમરના નવજાત શિશુ ને ફક્ત ખુબજ વિષમ પરીસ્તીથી માં પશુ ના દૂધ માં પાણી અને ખાંડ નાખી ને ઘરે બનાવી ને આપી શકાય. પરંતુ માતા ના ધાવણ ની અવેજી માં આ ફક્ત થોડા સમય માટે જ માન્ય છે.
પાવડર વાળું દૂધ (Infant Formula)
એ સામાન્ય રીતે ગાય ના દૂધ કે સોયા માં થી બનાવવામાં આવે છે. તેની બનાવટ ના સમયે તેમાં જરૂરી પોષક તત્વો ની માત્રા માતા ના ધાવણ માં હોય તેટલી કરવામાં આવે છે જેથી તે માતા ના ધાવણ ના સમકક્ષ બની શકે.
પરંતુ ચરબી અને પ્રોટીન ની ગુણવત્તા બદલી શકાતી નથી તેમજ રોગો સામે રક્ષણ આપનારા તત્વો (anti-infective) અને બાયોએકટીવ પદાર્થો પણ તેમાં હોતા નથી. દૂધ બનાવાનો પાવડર જંતુરહિત (sterile) હોતું નથી.
સોયા માંથી બનાવામાં આવેલા પાવડર માં ફાયટો- ઇસટ્રોજન હોય છે જે મનુષ્ય ના શરીર માં રહેલા ઇસટ્રોજન અંતસ્ત્રાવ ની જેમ જ કાર્ય કરે છે જેના કારણે પુરુષ બાળક માં પ્રજનન શક્તિ ઓછી થઇ જાય છે તેમજ સ્ત્રી બાળકો ને સમય પહેલા જ માસિક શરુ થઇ જવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે.
માતા ના ધાવણ માટે ના અગત્ય ના અંત્સ્ત્રાવો:
જયારે બાળક માતા ના સ્તન ની નીપલ ને ચૂસે છે ત્યારે સંવેદનશીલ તરંગો માતા ના સ્તન થી મગજ સુધી પોહચે છે. જે કેટલાક અગત્ય ના અંત્સ્ત્રાવો ઉત્પન્ન કરે છે. જેમના ૨ મુખ્ય અંત્સ્ત્રાવો ના નામ છે
૧. પ્રોલેકટીન
૨. ઓક્ષ્સિટોસીન
૧. પ્રોલેકટીન:
આ અંતસ્ત્રાવ માતા ના ધાવણ ના સ્ત્રાવ માટે જરૂરી છે. જયારે નવજાત શિશુ ધાવણ ને લેવા માટે પ્રયત્ન કરે છે ત્યારે માતા ના લોહી માં આ અંતસ્ત્રાવ નું પ્રમાણ વધી જાય છે અને શિશુ માટે ધાવણ નું ઉત્પાદન કરે છે.
એક વાત જે બહુજ અગત્ય ની છે તે આ પ્રમાણે છે કે શરુઆત ના અઠવાડિયા માં બાળક જેટલું વધારે પ્રયત્ન કરશે તેનાથી આ અંતસ્ત્રાવ નું પ્રમાણ લોહી માં વધશે અને તે નવજાત શિશુ માટે વધારે પ્રમાણ માં માતા નું ધાવણ બનાવશે.
માતા જેવું બાળક ને સ્તનપાન બંધ કરાવશે તેવું જ આ અંતસ્ત્રાવ ઓછો થઇ જશે અને માતા નું ધાવણ નું ઉત્પાદન બંધ થઇ જશે. માતાનું ધાવણ ધીમે ધીમે સુકાઈ જાય છે. તેથી જ શરૂઆત ના દિવસોમાં બાળક ને ધાવણ કરાવવું ખુબજ જરૂરી અને આવશ્યક છે. જો માતા ધાવણ નથી આવતું અથવા ખુબજ ઓછુ આવે છે એમ માનીને જો બાળક ને ધાવણ નહિ કરાવે તો ધાવણ સુકાઈ જવાની શક્યતાઓ પ્રબળ છે.
રાત્રી દરિમયાન પ્રોલેકટીન વધારે પ્રમાણ માં જોવા મળે છે તેથી બાળક ને રાત્રી દરિમયાન સ્તનપાન કરાવવું જરૂરી છે જેથી માતા નું ધાવણ સુકાઈ ના જાય અને નવજાત શિશુ ને સારા એવા પ્રમાણ માં માતા નું ધાવણ મળતું રહે.
પ્રોલેકટીન માતા ને જરૂરી આરામ તેમજ સારી ઊંઘ માટે જવાબદાર છે. તેથી રાત્રી દરિમયાન બાળક ને ધાવણ કરવવા છતાં દિવસ દરિમયાન સારી ઊંઘ લઇ શકે છે જે માતા તેમજ શિશુ ને તંદુરસ્તી માટે ખુબજ જવાબદાર છે.
નિયમિત રીતે સ્તનપાન કરવવાથી બીજી ગર્ભાવસ્થા તરત આવતી નથી જે માતા ના સ્વાસ્થ્ય માટે ખુબજ જવાબદાર છે.
વિસ્તૃત માં જાણવા માટે અહિયાં ક્લિક કરો. અચૂક વાંચવા જેવી માહિતી

૨. ઓક્ષ્સિટોસીન:
ઓક્ષ્સિટોસીન પ્રોલેકટીન કરતા વધારે જડપ થી સ્ત્રવે છે. જે ધાવણ માતા ના સ્તન માં છે એને જડપ થી શિશુ માટે તરત જ ઉપલબ્ધ બનાવે છે.
ઈશ્વર ની અદભુત રચના ની વાત કરીએ તો જયારે માતા શિશુ ને ધાવણ કરાવવાનું વિચારે છે અથવા શિશુ સ્તનપાન કરવાનો પ્રયત્ન કરે છે આ અંતસ્ત્રાવ તરત જ લોહીમાં આવે છે અને પોતાનું કાર્ય શરુ કરી દે છે.
આ અંતસ્ત્રાવ નું ઉત્પાદન અને કાર્ય કરવાની ગુણવત્તા, માતા ની શિશુ સાથે ની સંવેદના અને ભાવનાઓ સાથે જોડાયેલ છે. માતા નો શિશુ ને સ્પર્શ , શિશુ ને જોવાથી કે એનો રડવાનો અવાજ સાંભળવવાથી, શિશુ સાથે જોડાયેલી સુંદર યાદો નું કે શિશુ નું હસતા ચહેરે સ્મરણ કરવાથી આ અંતસ્ત્રાવ નું પ્રમાણ તેમજ તેની ગુણવત્તા ખુબજ વધે છે.
આપણા આયુર્વેદ ને શાસ્ત્રો કહ્યું છે કે પ્રસુતા ને હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ. કોઈ ચિંતા રાખવી જોઈએ નહિ. બહુ તકલીફ પડે એવું કામ પણ ના કરવું જોઈએ એનું વૈજ્ઞાનિક કારણ પણ આ અંતસ્ત્રાવ સાથે જોડાયેલું છે. આપણે અંતસ્ત્રાવ નું મહત્વ અને કાર્ય તો જોઈ જ ગયા છે કે તે માતા ના ધાવણ ના ઉત્પાદન તેમજ તેને શિશુ માટે ઉપલબ્ધ કરવામાં એક અતિમહત્વ નો ભાગ ભજવે છે.
જો માતા ને કોઈ પણ જાત ની શારીરિક તકલીફ પડે કે જેથી માતા ને દુખાવો થાય કે અન્ય કોઈ તકલીફ તેમજ જો માતા ને માનસિક તકલીફ પડે કે જેથી તે પ્રસન્ન રહી શકે નહિ તો આ અંતસ્ત્રાવ નું ઉત્પાદન બંધ થઇ જાય છે અને જેની સીધી અસર માતા ના ધાવણ ના ઉત્પાદન માં પડે છે.
ઓક્ષ્સિટોસીન અંતસ્ત્રાવ ની સ્વાભાવિક પ્રતિક્રિયા (રિફ્લેક્ષ) માટે જ માતા અને શિશુ નું જોડે રેહવું ખુબજ જરૂરી છે.
ઓક્ષ્સિટોસીન અંતસ્ત્રાવ ગર્ભાશય નું સંકોચન કરે છે જે ડીલીવરી બાદ રક્તસ્ત્રાવ બંધ કરવા માટે ખુબજ જરૂરી છે. તેથી જ શરૂઆત ના દિવસો માં જયારે શિશુ સત્નપાન કરે છે તો આ પ્રક્રિયા ના ભાગ સ્વરૂપ માતા ને ક્યારેક દુખાવો થાય છે.
ઓક્ષ્સિટોસીન અંતસ્ત્રાવ ની માનસિક (Psychological)અસરો:
ઓક્ષ્સિટોસીન અંતસ્ત્રાવ માનસિક શાંતિ ની સ્તીથી માં વધારો કરે છે અને તણાવ ને ઘટાડે છે .
માતા અને શિશુ વચ્ચે એક સ્નેહ ભર્યા સંબંધ નું નિર્માણ કરે છે.
તેથી જ ડીલીવરી બાદ નવજાત શિશુ ને માતા ની હુંફ ( SKIN-TO-SKIN CONTACT) આપવાનું ખુબજ મહત્વ છે જે સ્તનપાન અને સ્નેહ ભર્યા સંબંધ માં ખુબજ મદદરૂપ સાબિત થાય છે.
વિસ્તૃત માં જાણવા માટે અહિયાં ક્લિક કરો.સગર્ભા અને પ્રસુતા એ વાંચવા જેવી માહિતી
આ લેખ માં આપણે માતા ના ધાવણ ની સંપૂર્ણ માહિતી જોઈ લીધી છે. માતા ના ધાવણ વિષે આ માહિતી વાંચ્યા બાદ આપ પણ મારી સાથે સમંત જરૂર હશો કે માતનું ધાવણ નવજાત શિશુ માટે અમૃત છે. માતા નું ધાવણ શિશુ ના સંપૂર્ણ વિકાસ માટે કેટલું અગત્ય નું છે અને શિશુ ને તેના જીવન ના પ્રાથમિક તબ્બકા માં ઘણા બધા જીવલેણ રોગો સામે રક્ષણ આપે છે.
જો આપ સ્તનપાન વિષે સંપૂર્ણ જાણકારી ગુજરાતી માં વાંચવા માગતા હોવ તો આપનો અભિપ્રાય નીચે કોમેન્ટ માં જણાવશો.
આપ નીચે કોમેન્ટ બોક્સ માં આપનો પણ અનુભવ તેમજ વિચાર જરૂર જણાવશો. જો આ લેખ પસંદ હોય તો આને આપણી દીકરીઓ તેમજ મિત્રો સાથે શેર જરૂર કરશો.
આ લેખ WHO (World Health Organization ) ની સ્તનપાન અને માતા ના ધાવણ વિષે ની ચોપડી માંથી લેવામાં આવેલ છે. જે અંગ્રેજી માં છે તેનું સરળ અને ટૂંકું ગુજરાતી રૂપાંતરણ કરવામાં આવેલ છે.
WHO (World Health Organization ) ની સ્તનપાન અને માતા ના ધાવણ વિષે ની ચોપડી ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરશો (ફક્ત અંગ્રેજી માં ઉપલબ્ધ છે)
આપ હવે થી letsbuilddestiny ના લેખ હવે થી પ્રતિલિપ એપ્લીકેશન પર પણ વાંચી શકશો જેન માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરશો અને અમને પ્રતીલીપી પર ફોલો કરશો.
https://gujarati.pratilipi.com/user/letsbuilddestiny-9i4h3r8l82?utm_campaign=Shared&utm_source=Link
આ લેખ ને રેટિંગ જરૂર આપશો. આપ letsbuilddestiny ને ફેસબુક,Instagram અને યુટ્યુબ પર પણ લાઈક તેમજ ફોલો કરી શકો છો જેની લીંક નીચે છે.
Instagram: https://www.instagram.com/letsbuilddestiny/ Facebook: https://www.facebook.com/letsbuilddestiny/ YouTube: https://www.youtube.com/c/LetsBuildDestiny4u
[…] To read this article in Gujarati : click here […]