હાથ ધોવાની યોગ્ય પધ્ધતિ- આપણું સ્વાસ્થ્ય આપણા હાથ માં

હાથ ધોવાની યોગ્ય પધ્ધતિ- આપણું સ્વાસ્થ્ય આપણા હાથ માં

17th April 2019 6 By Dr.Viral Shah

આપ સૌનું માં letsbuilddestiny ખુબ સ્વાગત છે. Letsbuilddestiny- A powerful platform to share powerful thoughts.

મિત્રો આપ બધા નો જે અમુલ્ય પ્રેમ અને સહકાર મળે છે એ જોઈ ને મને ઘણા બધા સારા લેખ લખવાનું મનોબળ મળતું રહે છે. કાલે જ આપણે ઈશ્વર પર નો ભરોસો : ભગવાન કહેશે કે “લે બેટા આ તારું” લેખ વાંચ્યો અને જેને લોકો એ ખુબજ આવકાર્યો અને ઘણા બધા લોકો સાથે શેર પણ કર્યો જેના માટે હું એમનો દિલ થી આભાર માનું છું.

મિત્રો આજે કંઇક નવું જાણીએ. કંઇક નવું શીખીએ. જીવન માં ઘણું બધું એઓજ શીખવા મળે છે. જીવન એ તો નિરંતર ચાલતી શાળા જેવું છે જિંદગી રોજ કંઇક નવું શીખવાડે છે.અને શીખવાની મજા પણ આવે છે. ઘણી વાર ખુબજ અઘરી એવી પરીક્ષાઓ પણ આપવી પડે છે. પરંતુ કેટલી અજીબ વાત છે ને કે આ પરીક્ષા આપતા પણ ઘણું બધું નવું શીખવા મળી જતું હોય છે. શું કહેવું આપ સૌનું?

ચાલો તો આગળ વધીએ આજ ના વિચાર સાથે.

હું એક ડોક્ટર છું અને તેથી ઘણા બધા દર્દીઓ સાથે મારે રોજ વાતો થાય. દર્દીઓ ના રોગ ને મટાળતા એમના દુખડા પણ સાંભળવા મળે. ઘણા દર્દીઓ એમના રોગ કરતા વધારે બીજા કારણોસર બહુ દુઃખી હોય અને મને બધું કહે પછી એમને બહુ સારું લાગે અને મને કહે પણ ખરા કે “સાહેબ તમારી સાથે વાત કરવાથી જ અમારું અડધું દુખ તો ઓછુ થઈ જાય છે.”  મને પણ આનંદ થાય એક માણસ જો માણસ ના કામ ના આવે તો પછી બીજું તો શું કરવાનું. ભગવાન ની અનહદ કૃપાથી મને ડોક્ટર બની ને આ અવસર મળ્યો છે. ડોક્ટર એટલે જાણે ઈશ્વરે અમને જવાબદારી આપી છે કે જાઓ અને લોકો ના દુખ માં સહભાગી બનો. દર્દ દૂર કરી અને હાસ્ય આપો. જેમ કે સર્વ સમર્થ માલિક એના ખાસ માણસ ને કહે કે “મારું જવું તો શક્ય નથી પણ હું તને બધો પાવર આપું છું જા મારા બદલે તું જઈ આવ.” માટે જ એક ડોક્ટર તરીકે મારી આ જવાબદારી સમજી દર્દી માટે સંપૂર્ણ પ્રમાણિક પ્રયત્ન હું કરું છું.

રવિવાર ની રજા પતાવી અને સોમવર ના રોજ હું હોસ્પિટલ પહોંચ્યો. બધા દર્દીઓ રાહ જોઈ ને બેઠા હતા. કોઈક ને સમાન્ય તો કોઈક ને બહુ અસહ્ય તકલીફ હોય. હું દાંત નો ડોકટર છું પરંતુ અમુક ગરીબ અભણ દર્દીઓ માટે તો હું સર્વોપરી ડોકટર. એક  ૬૫ વર્ષ ના કાકા મારી કેબીન માં આવ્યા અને મને કીધું કે “તમારી હોસ્પિટલ ની બાહર બોર્ડ લગાવ્યું ને કે રોજ સ્વચ્છ પાણી થી હાથ ધોવા જેથી બીમારી થી બચી શકાય.” મેં કીધું “હા કાકા વાત તો સાચી જ છે ને.”

એમને મને કીધું કે “ડોકટર સાહબે મારી ૬૫ વર્ષ ની ઉમર માં હું જેવો બહાર થી ઘરે આવું કે તરત હાથ ધોવું અને પછી જ જમવા બેસું છું. પરંતુ હું તો અનેક વાર બીમાર પડ્યો. વારે વારે શરદી ખાંસી અને તાવ આવી જાય અને ઘણી વાર જાડા ઉલટી પણ થઇ જાય છે.”

મને હવે કાકા ની વાતો માં રસ પાડવા લાગ્યો. મેં એમને કીધું કે “કાકા ખાલી હાથ ધોવાથી  બીમાર જ ના પડાય એમ ના હોય. બીમારી માટે તો બહુ બધા કારણો જવાબદાર હોય છે. એમાંનું એક કારણ બીજી બધી સ્વચ્છતા પણ હોય છે. ઘર સ્વચ્છ હોવું જોઈએ. આપણે રહી છીએ એ શેરી સ્વચ્છ હોવી જોઈએ. તો આપણે ઘણી બધી બીમારી થી બચી શકીએ. ૯૯% સ્વસ્થ જીવન જીવી શકીએ.”

કાકા એ મને કહ્યું “પણ સાહેબ તમારી વાત સાચી પણ આ બોર્ડ ખોટું છે એને ફેંકી દો.”

મેં કાકા ને કહ્યું કે “કાકા તમે હાથ રોજ ધોવો છો પણ સાચી પદ્ધતિ થી ધોવો.”

કાકા: “ સાહેબ સાચી પદ્ધતિ? એમાં શું વળી! નળ નીચે પાણી ચાલુ કરી ને હાથ ધોઈ નાખું છું.સાબુ હોય તો ઠીક અને ના હોય તો પણ ઠીક”

એ પછી મેં એમને સાચી પદ્ધતિ એમને બતાવી અને કાકા ને કહ્યું એ હવે રોજ આમ કરજો અને પછી મને મળવા આવજો.

આ કિસ્સો બન્યો એના ૩ દિવસ પછી જ મારે મારા પરિવાર સાથે મારા એક સગા ત્યાં જવાનું થયું. ત્યાં મારો પિતરાઈ ભાઈ પણ આવ્યો હતો. બસ જમવાનું ચાલુ જ થવાનું હતું એટલે મારા ભાઈએ એના છોકરો ઓ ને કહ્યું “ચાલો જાઓ હાથ ધોઈ આવો પછી જ જમવાનું.”

છોકરાઓ ગયા અને પાણી ચાલું કરી ૧  જ મિનીટ માં હાથ ધોઈ ને આવી ગયા. પછી મારો ભાઈ પણ ગયો અને એને પણ એ જ કર્યું. મારા  મગજ માં હજુ પેલો કાકા વાળો કિસ્સો તાજો જ હતો. મેં મારા ભાઈ ને પણ પૂછ્યું કે “ભાઈ શું તને હાથ કેમ યોગ્ય રીતે ધોવા એ ખબર છે?”

મારા ભાઈ એ કહ્યું કે “ હા!એમાં શું નવું વિજ્ઞાન છે?

પછી મેં એને એની ભૂલ સમજાવી.હાથ ધોવાની યોગ્ય પદ્ધતિ બતાવી,એનું મહત્વ સમજાવ્યું. મને લાગ્યું બસ આ બધી જગ્યા એ થતું હશે. આપણે હાથ ધોઈએ તો છીએ અને છોકરાઓ ને પણ કહી છીએ કે હાથ ધોવાના પરંતુ આપણે એની સાચી પદ્ધતિ જાણતા જ નથી. અને મને લાગ્યું આ લેખ લખવો બહુ જરૂરી છે.

ચાલો તો આજે હું તમને જણાવીશ હાથ ધોવાની યોગ્ય પદ્ધતિ

સૌ પ્રથમ આપણે હાથ કેમ ધોવા જોઈએ?

તમારા હાથ માં બહુ બધા અલગ અલગ પ્રકાર ના બેક્ટેરિયા રહેલા હોય છે. તમે જ્યારે મોબાઈલ નો ઉપયોગ કરો અને પરસેવો થાય કે મોબાઈલ ગમે ત્યાં મૂકી દઈએ અને પછી ફરી તેને વાપરીએ ત્યારે ઘણા બધા બેકટેરિયા આપણા હાથ માં આવે છે.

આ બેક્ટેરિયા સામાન્ય રીતે ૨ પ્રકાર ના હોય છે.

૧. નોર્મલ ફલોરા પ્રકાર ના બેક્ટેરિયા સામાન્ય રીતે આપણા હાથ માં હોય જ છે ને તે ખુબ અંદર હોય છે.તે  સામાન્ય રીતે કોઈ ઇન્ફેકશન  કરતા નથી.

૨. એવા બેક્ટેરિયા કે જે ઘણા બધા રોગો માટે જવાબદાર છે. તેને યોગ્ય પદ્ધતિ થી હાથ ધોવા થી કાઢી શકાય છે અને ઘણા બધા રોગો થી બચી શકાય છે.

હાથ કેમ ધોવા? હાથ ધોવાની યોગ્ય પદ્ધતિ.

હાથ ધોતા પહેલા નીચે જણાવેલી વાતો ની ચોકસાઈ કરી લેવી

૧.  તમારા નખ ને બહુ ના વધારો. વધેલા નખ ને કાપી નાખો. મોટા ભાગના રોગજન્ય જીવાણું નખ નીચે જ જમા થાય છે.

૩. હાથ માં જો કોઈ વીંટી કે બીજું કોઈ પણ આભુષણ હોય તો એને કાઢવાનું ભૂલશો નહિ. વીંટી અને અન્ય કોઈ આભુષણ હોય તો એને પણ રોજ બરાબર સાફ કરશો.

૨. બજાર માં મળતા કૃત્રિમ મોટા નખ કે કોઈ ચિત્ર વાળા કૃત્રિમ નખ બની શકે તો વાપરશો નહિ.

૪. કાંડા પર પહરેલી ઘડિયાળ ને કાઢી નાખશો અને જો આખી બાય નું શર્ટ હોય તો કોણી સુધી બાય ને લાવી દેશો.

ઉપર જણાવેલ વસ્તુ ની કાળજી લીધા બાદ નીચે જણાવેલ તબકકા માં હાથ ધોવા

  • હાથ ને પાણીથી પલાળો.
  • હાથ ભીના કર્યા બાદ સાબુ અથવા એન્ટીસેપ્ટિક ને હાથ માં લો. (૫ મિલી અંદાજીત)
  • ૧૦ -૧૫ સેકન્ડ માટે બંને હાથ ને બરાબર ઘસો. પાણી ઉમેરશો નહિ.
  • ત્યાર બાદ નળ નીચે બંને હાથ ને યોગ્ય રીતે નીચે દર્શાવેલ ચિત્ર પ્રમાણે ધોવા.
  • હાથ ધોયા બાદ તેને બરાબર સ્વચ્છ હાથ રૂમાલ કે નેપકીન થી કોરા કરો. તે પણ હાથ ધોવા જેટલું જ મહત્વ નું છે કારણકે ભીના હાથ કે અન્ય કોઈ ભેજ માં પણ રોગજન્ય જીવાણું નો વિકાસ થાય છે.
  • જો તમે પેપર નેપકીન નો ઉપયોગ કરતા હોવ તો બહુ બધા પેપર નેપકીન ના બગાડશો.

આ માહિતી માટે નો એક વિડીયો પણ છે જે આપ નીચે જોઈ શકશો. આ વિડિયો ના સોજન્ય :
https://www.who.int/gpsc/clean_hands_protection/en/


આ માહિતી ને ઘણા બધા લોકો સાથે શેર કરો એનો પ્રચાર કરો અને અન્ય ને પણ જણાવશો.

હાથ ધોવા થી અને સ્વચ્છતા થી આપણે એક સ્વસ્થ અને સુખી જીવન જીવી શકીએ છીએ.

આ લેખ વાંચ્યા પછી તમને ૧૦૦% કંઇક નવું જાણવા મળ્યું હશે. આપનો અભિપ્રાય લેખ ના નીચે કોમેન્ટ માં લખશો.

સૌજન્ય:http://www.emed.ie/Infections/Hand_Washing.php

વાત ગમી હોય અને મારી વાત સાથે સમંત હોવ તો શેર જરૂર કરજો. આપનો અભિપ્રાય પણ નીચે જરૂર જણાવશો.

સદા હસતાં રહો.સદા સુરક્ષિત રહો.સદા આનંદિત રહો. સદા હકારાત્મક રહો.

7600cookie-checkહાથ ધોવાની યોગ્ય પધ્ધતિ- આપણું સ્વાસ્થ્ય આપણા હાથ માં

How useful was this post?

Click on a star to rate it!

Average rating 4.6 / 5. Vote count: 5

No votes so far! Be the first to rate this post.

As you found this post useful...

Follow us on social media!

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?