જિંદગી એક વાર મળે છે – જીવી લો

જિંદગી એક વાર મળે છે – જીવી લો

15th May 2019 7 By Dr.Viral Shah

આપ સૌનું માં letsbuilddestiny ખુબ સ્વાગત છે. Letsbuilddestiny- A powerful platform to share powerful thoughts.

આજે બહુ દિવસ પછી એક સારો વિચાર આપ લોકો ની સાથે શેર કરું છું. તમે જે શીર્ષક વાંચી રહ્યા છો તે મારા શબ્દો નથી, આ શબ્દો એક દર્દી ના છે. આજે જે કંઈ પણ આપણી સાથે શેર કરીશ તે મારી અને આ દર્દી સાથે થયેલો સંવાદ છે.

તો ચાલો આગળ વધીએ.

શનિવાર નો દિવસ હતો. સવારે હું મારા રોજ ના સમયે હોસ્પિટલ માં આવ્યો. મારા રૂમ ની સાફ સફાઈ ચાલી રહી હતી. તારીખ અને સમય(Appointment) આપેલા દર્દીઓ આવી ગયા હતા. હું જેવો આવ્યો કે બધા ના ચહેરા ઉપર એક આનંદ છવાઈ ગયો. મારી આદત મુજબ બધા દર્દીઓ સાથે હસી ને વાત જરૂર કરવાની. બધા સાથે વાત કરી.

થોડાક દર્દીઓ ની સારવાર પૂરી થઇ અને ત્યાં એક ભાઈ  અંદર આવ્યા.

“આવું સાહેબ?”

“હા આવો ને. બોલો શું કામ પડ્યું?”

“સાહેબ અત્યારે દાંત ચેક કરશો?”

મેં કીધું “હા કેમ નહિ? આવો ને.”

એમની તકલીફ હતી કે દાંત હલતો હતો જે એમને કેટલાય દિવસો થી પરેશાન કરી રહ્યો હતો. એમને ખાવામાં પણ તકલીફ પડતી હતી. છેલ્લા કેટલાય દિવસો થી એ બધા ડોક્ટર ને બતાવી આવ્યા.

મેં એમની તકલીફ વિષે નોંધ કરી, બધું ચેક કર્યું અને બીજી થોડી માહિતી મેળવી લીધી કે “તમને બ્લડ પ્રેસર કે ડાયાબિટીસ જેવું કઈ ખરું?”

એમને  કીધું : “સાહેબ બંને છે. ચાલવા માં પણ તકલીફ છે. પરંતુ હમણાં મને આ તકલીફ માં થી છુટકારો આપવો સાહેબ.”

એમને મને એમના જુના રીપોર્ટ બતાવ્યા. જેમાં ડાયાબિટીસ ખુબજ જ વધારે હતો. મેં એમનું બ્લડ પ્રેસર પણ માપ્યું. જે પણ વધારે જણાતું હતું. મેં એમને તમેની પરીસ્તિથી વિષે જણાવ્યું કે આ પરીસ્તિથી માં દાઢ પાડવી જોખમ બની શકે છે.

મેં કહ્યું “તમે તમારા ફીઝીશીયન ને બતાવો એ તમારી મદદ કરી શકશે આમાં.”

“એક વાર સારું થાય અને પરીસ્તિથી થોડી કાબુ માં આવે એટલે કે તરત જ આપણે દાંત ની સારવાર કરી દઈશું.”

એમને કહ્યું “ભલે સાહેબ આપણે એમ  જ કરીશું. સાહેબ હું થોડી વાર બહાર બેસી શકું છું? તમારા બધા દર્દી ન સારવાર પૂરી થાય અને તમને જરા સમય મળે એટલે આપની સાથે થોડીક વાત કરવી છે.”

મેં કહ્યું:”ભલે તમારી પાસે સમય હોય અને વાત કરવી જ હોય તો બેસો.”

મારા બધા દર્દીઓ ની સારવાર પૂરી થઇ. એ બહાર બેઠા હતા મેં એમને બોલાવ્યા.

એમને મને કહ્યું એ જ શબ્દો માં હું અહિયાં રજૂઆત કરું છું.

“આભાર સાહેબ, આપનો થોડો સમય લઈશ પણ તમને મળ્યા પછી એવું લાગ્યું કે મારે તમારી સાથે આ વાત શેર કરવી જોઈએ”.

“તમે મારી સાથે બહુ સરસ રીતે વાત કરી અને યોગ્ય સમય આપી તપાસ્યું એ બદલ હું આપને Thank You કહીશ. મારી ઉંમર ૪૫ વર્ષ ની થઈ અને હું એકલો જ રહું છું. મેં મેરેજ નથી કર્યા. નાના ભાઈ અને ભાભી સાથે રહેતો હતો હમણાં સુધી પરંતુ ભાભી બહુ જ મ્હેણાં માર્યા કરતા અને છેલ્લા કેટલાય સમય થી વર્તન પણ એવું છે કે મને થયું કે હવે મારે અલગ જવું જોઈએ એટલે ગામ માં મારી ઘણી ઓડખાણ અને નામ છે તેથી હું અલગ રહું છું.

“છેલ્લા ૨૮ વર્ષ થી ગામમાં અનાજ ની દુકાન ચલાવતો હતો. દુકાન નાની થી મોટી કરી અને ધંધો વિકસ્યો. રૂપિયા પણ સારા એવા કમાયો હતો. એક વાત એવી છે કે સાહેબ ૨૮ વર્ષ માં મેં એક પણ દિવસ દુકાન બંધ નથી રાખી. દુકાન થી ઘર અને ઘર થી દુકાન જવાનું જ. એ જ મારી જિંદગી હતી. નાના ભાઈ ને પણ ધંધો સંભાળતો કર્યો. રૂપિયા હતા એ એના છોકરાઓ ને ભણવવા માટે આપી દીધા. એનો એક દીકરો કેનેડા છે. એ હજી મને બોલાવે અને ફોન પણ કરે પરંતુ હવે ભાભી ના વર્તન ના લીધે અમે અલગ થયા.”

“સાહેબ એકલો જ જીવું છું ઘર નું કામ પણ બધું જાતે જ કરવાનું. ખાવા થી લઇ ને ઘર ને સાફ રાખવાનું. છેલ્લા ૨-૩ વર્ષ થી આ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ની બીમારી આવી.”

“સાહેબ તમારો થોડો સમય લઉં છું વાંધો નથી ને? કેટલાય વર્ષો પછી આ જે આ રીતે કોઈ ને જોડે વાત કરું છું.” એમને કહ્યું.

મિત્રો ખરા પણ સાચો મિત્ર એક જ છે. જે હવે ગામ છોડી ને એના દીકરા જોડે જવાનો છે.

મેં કીધું ભલે મને વાત કરો હું સાંભળું છું.

સાહેબ તમારી ઉમર નાની છે એટલે કહું કે “આ જીવન એક જ વાર મળે છે જીવી લો અને કરવાનું કરી લેજો.”

આ તમે બહુ વાર સાંભળ્યું હશે પરંતુ મેં અનુભવ્યું છે . હું તમારી સામે વસવસો કરતો એક જીવંત ઉદાહરણ છું. ના કોઈ મોજ શોખ કર્યા,ના જીવન ને યોગ્ય રીતે જીવ્યો. હવે જ્યારે સમજાયુ ત્યારે મોડું થઇ ચુક્યું છે. વાતો કરવા માટે પણ કોઈ નથી. ખરેખર માણસ ને માણસ ની જરૂરિયાત છે. આજે તમે મળ્યા એટલે તમારી આગળ બધું ઠાલવી દીધું. તમે જે રીતે મારી સાથે વાત કરી મને લાગ્યું કે સાહેબ સાથે થોડી વાત કરું. ઘણા ડોક્ટર પાસે જાઉં છું ટ્રસ્ટ કે આવા સરકારી દવાખાના માં કારણ કે હવે પરીસ્તિથી સારી નથી.  ઘણી વાર તો બધા ડોક્ટર એવું વર્તન કરે છે કે મને દુખ થઇ જાય છે. પરંતુ શું કરું મારી પરીસ્તિથી એ કેમના સમજે? એ તો કોઈક જ તમારા જેવા ભગવાન ના માણસ જ જાણે.

આટલું બોલ્યા અને એમની આંખો માં આંસુ આવી ગયા. પરંતુ મારી સાથે વાત કરી ને હળવાશ પણ એમને ચહેરા ઉપર અનુભવાતી હતી.

ભગવાન સદા આપની સાથે રહે અને આપની  પર એની કૃપા વરસતી રહે એવા આશીર્વાદ આપી શકું સાહેબ. અને છેલ્લા ફરી બોલ્યા જીવન એક વાર માટે છે જીવી લો. પોતાના સપના સાકાર કરવા માટે લડી લેજો સાહેબ. શક્તિ ઉપરવાળો આપશે. એ તમારી સાથે રહેશે.

મેં એમને કહ્યું: “ તમે ચિંતા ના કરશો બધું સારું થઇ જશે. તમારી દાંત ની તકલીફ હવે મારે માથે. અને રહી વાત જીવન ની,હજી પણ તમારી પાસે સારો સમય છે જીવી લો. આનંદ કરો. બીજા ની મદદ કરો. સારા વિચારો રાખો. વિચારો થી જ આપણું જીવન બને છે. તમે જે કર્યું એનો વસવસો કરશો નહિ. એક વાર તમે આનંદ થી સારા વિચારો થી  જીવવાનું શરુ કરો તમે જોવો તમારી બીમારી પણ ભાગી જશે.”

એમને કહ્યું: એક દમ સાચી વાત છે ડોક્ટર. બસ હવે એજ કરવું છે. આનંદિત જીવન જીવવું છે.હસતા હસતા.”

મેં એમને હાસ્ય અને સારા વિચારો માં રોગો ને મટાડવાની શક્તિ પર થયેલા વૈજ્ઞાનિક પ્રયોગો ની વાત કરી. એ જાણી ને એમને બહુ સારું લાગ્યું અને આ માહિતી બીજા લોકો સાથે શેર કરવાનું પણ કહ્યું.

છેલ્લે એક સ્મિત સાથે આભાર વ્યક્ત કરતા એ ગયા.

એમને ગયા પછી મને થયું વાત એમને એક દમ સાચી જ કરી છે. જીવન એક જ વાર મળે છે. સપના જોવાની અને એને પુરા કરવાની હિમંત પણ અમુક જ લોકો કરે છે અને એટલે જ આખી દુનિયા માં ફક્ત ૫% લોકો જ ધનાડ્ય અને સફળ જીવન જીવી રહ્યા છે. મન નો
એક ડર છે જે સપના જોયા પછી આપણા ને એની તરફ ગતિ કરતા અટકાવી રાખે. રસ્તો ઘણો કઠીન હશે અને છે જ પરંતુ મંજિલ મળ્યા પછી એ જ યાત્રા ઘણી સુંદર લાગશે.

જીવન માં આપણી કોઈક ના પ્રત્યે ની અપેક્ષા, આપણા પૂર્વગ્રહો, આપણા નકારાત્મક વિચારો જ આપણા ને લક્ષ્ય નક્કી કરતા અને સપના નું સર્જન કરતા તેમજ સુંદર અને સકારાત્મક જીવન જીવતા રોકી રહ્યા છે. જીવન આનંદિત જીવો. હાસ્ય ની સાથે કાયમી સંબંધ બાંધી લો. પૂર્વગ્રહો ને છોડો. સકારાત્મક વિચારો ને અપનાવો અને શેર કરો .પોતે જોયેલા સપના માટે, કોઈ એક લક્ષ્ય માટે હિંમત થી આગળ વધો.

બીજી વાત જો તમે એક ડોક્ટર છો તો આ દર્દી એ કહ્યું એ મુજબ દરેક દર્દી સાથે શાંતિ થી વાત કરો. એને ધ્યાન થી સાંભળો. એની પરીસ્તિથી ને સમજો. કેટલી તકલીફ માં હશે એ માણસ. તમારું એક સ્મિત અને ૫૦% સાજો કરી દેશે. એના માટે તમે જ ભગવાન છો.

જીવન એક જ વાર મળે છે જીવી લો.

આ વાત પર જરા વિચાર કરો. મારી વાત સાથે સમંત હોવ તો આ લેખ ને બને એટલા લોકો સાથે શેર કરો. તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સ માં જરૂર લખો.

 સદા હસતા રહો. આનંદિત રહો. સકારાત્મક રહો. સુરક્ષિત રહો.

7840cookie-checkજિંદગી એક વાર મળે છે – જીવી લો

How useful was this post?

Click on a star to rate it!

Average rating 4 / 5. Vote count: 11

No votes so far! Be the first to rate this post.

As you found this post useful...

Follow us on social media!

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?