જિંદગી બચાવનારી સૌથી અસરકાર દવા- Life-saving Drug- Smile

જિંદગી બચાવનારી સૌથી અસરકાર દવા- Life-saving Drug- Smile

18th December 2018 0 By Dr.Viral Shah

મિત્રો,આપ બધા નું letsbuilddestiny માં ખુબ ખુબ સ્વાગત છે. આપણા બધાના વિચારો આદાન પ્રદાન કરવા માટે નું એક સરળ માધ્યમ.

પહેલા તો હું મારા ફોલોવર્સ ને ખુબ ખુબ ધન્યવાદ પાઠવું છું. જેમને મારા દરેક આર્ટીકલ ને ફેસબુક,વોટ્સએપ્પ પર બધા તેમના મિત્રો અને પરિવાર જનો ને મોકલ્યા.તમને જણાવી દઉં કે તમે આપણા આ અભિયાન માં એક બહુ જ મોટું યોગદાન આપ્યું છે.

ચાલો હવે આજ ના મુદ્દા ની શરૂઆત કરીએ.

આની શરૂઆત થાય છે આજની મારી morning walk  થી. હું અને મારો એક મિત્ર રોજ ની જેમ ચાલવા નીકળ્યા હતા.રોજ ની જેમ અમે ૨ રાઉન્ડ પતાવી ને એક બાંકડા પર થોડો વિશ્રામ કરવા બેઠા.આમ તો અમે રોજ બેઠા બેઠા કુદરતી સાનિધ્ય ની મજા માણીએ અને રોજ ની ક્રિયા મુજબ સારા સકારાત્મક મુદ્દાઓ ની ચર્ચા કરીએ.કેટલીક વાર કોઈક સારા પુસ્તક માં વાંચેલા સારા વિચારો ની પણ ચર્ચા કરીએ.

પરંતુ આજે કંઇક અજુગતું જ બન્યું. હું મારી રીતે કુદરતી દ્રશ્યો જોઈ ને ભગવાન ને યાદ કરી ને કૃતજ્ઞતા માં ભગવાન નો આભાર માની રહ્યો હતો અને સકારાત્મક સમર્થન સાંભળી રહ્યો હતો. એમારી બાજુ માં બેસી ને કશુક જોઈ ને હસી રહ્યો હતો અને અંત માં એ કશુક બોલીનેનકારાત્મક ભાવનાં ઓ માં હતો.

મેં પૂછ્યું હે ભાઈ શું થયું? એનેમને કહ્યું કે જો પેલા લોકો ને કશુક બે મતલબી અને સાવ અર્થ વગર ની વસ્તુઓ કરી નેખોટું ખોટું હસી રહ્યા છે.મને એ નથી સમજાતું કે શું મજા આવતી હશે?

મેં એક સુંદર સ્મિત આપ્યું અને કહ્યું મારા ભાઈ એ લોકો ભગવાને આપેલી એક મફત અને ૧૦૦% અસરકારક દવા લઇ રહ્યા છે.

મારા મિત્ર એ હસી ને પૂછ્યું, ડોક્ટર સાહેબ દવા? જરા જોવો એ લોકો અર્થ વગર નું કશુક કરી ને હસી રહ્યા છે. નકલી હાસ્ય.તમે ડોક્ટર લોકો જ્યાં જુઓ ત્યાં દવા જ દવા.

એક હાસ્ય સાથે મેં કહ્યું. હા મારા ભાઈ એ લોકો એક એવી દવા લઇ રહ્યા છે કે જેની કોઈ આડઅસર નથી.

ચાલો તને સમજાવું.

પહેલા મને કહે કે તું છેલ્લે કયારે દિલ થી હસ્યો?તું તારી જિંદગી માં કેટલી વાર હસે છે? તારો પરીવાર અથવા મિત્રો  ક્યારે સાથે  હસ્યા? રોજ એવું હાસ્ય કરો છો બધા સાથે? કે કોઈક  જ વાર?

એની પાસે કોઈ જ જવાબ નહતો. એ બસ બેસી ને સાંભળી જ રહ્યો. મેં એને ખાસ કહ્યું કે મારા ભાઈ મેં જે પૂછ્યું છે એના પર જરૂર થી વિચાર કરજે.

હું કહું તો ભગવાન આપણા બધા ને એટલો બધો પ્રેમ કરે છે ને કે એમને આપણા બધા ને હાસ્ય/સ્મિત રૂપે એક અકસીર દવા ભેટ આપી છે.જે આપણા બધા રોગો ની દવા છે અને આપણા બધા જ પ્રોબ્લેમ્સ ની ચાવી છે.આસાનીથી મળી રહે તેમ છે .તમારે તેને ક્યાય શોધાવની જરૂર નથી તે તમારી પાસે જ છે.તમે જ્યારે ઈચ્છો ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. હું તો કહું છું રોજ ઉપયોગ કરવો જ જોઈએ.ચાલ સ્મિત કરવાથી થતા ફાયદા ઓ પર એક નજર નાખીએ.

  • હાસ્યતમને તાજગી નો અનુભવ કરાવે છે.
  • હાસ્યતમારા તણાવ ને દુર કરે છે. માનસિક તણાવ બધા રોગો નું ઉદગમ સ્થાન છે.માનસિક તણાવ એઆપણો સૌથી મોટો શત્રુ છે.
  • હાસ્યતમારા આત્મવિશ્વાસ માં વધારો કરે છે.
  • હાસ્યતમારી વૃદ્ધાવસ્થા આવવાની પ્રક્રિયા માં ઘટાડો કરે છે. તવ્ચાની સુંદરતા વધારે છે.
  • જયારેતમે સ્મિત કરો છો કે હાસ્ય કરો છો ત્યારે આપણા મગજ માં થી એક કેમિકલ નો સ્ત્રાવથાય છે.જેને Neuropeptide કહેવાયછે.જે માનસિક તણાવ ને દુર કરે છે.
  •           Neuropeptideડોપામીન- કુદરતી દર્દ નાશક છે.
  •           Neuropeptideસેરેટોનીન- કુદરતી મૂડ સુધારક છે.
  •                                     તે આત્મહત્યા ના વિચારો માં ઘટાડો કરે છે.

મેં એને પૂછ્યું કે શું તને ગુસ્સા વાળા ચહેરાઓ ગમે? એને કહ્યું ના બિલકુલ નહિ. મને તો હસતા અને આનંદમાં રહેતા લોકો જ ગમે.

હા એ જ  ભાઈ હાસ્ય થી આપણી સામાજિક અને ધંધાકીય જિંદગી પણ સારી બને છે. એક વિચાર કર, તું કોઈક દુકાનદાર ના ત્યાં સામાન લેવા જાય છે. એ દુકાનદાર તને હસી ને સ્વાગત કરે છે અને તને બધું મસ્ત રીતે બતાવે છે.તો તારી પર એની શું અસર થશે? જવાબ હતો મને ખુબ જ સારું લાગે અને જો વસ્તુ માં કાંઇક ખામી પણ હશે તો હું પણ તેને શાંતિ થી જ કહું. બીજી વાર પણ એ જ દુકાન પર જાઉં.

મેં કીધું એક દમ પરફેક્ટ એમ જ થાય.એટલે જ આપણે પણ હસતા રહેવું જોઈએ. હજી પણ એના મન માં શાંતિ થઇ નહિ. એને કીધું કે ભાઈ આ બધું તો બરાબર પણ જો તો ખરા આ તો જુઠું હાસ્ય છે. એના થી શું ફાયદો?

મેં એને વૈજ્ઞાનિક પ્રયોગ વિષે વાત કરી કે જુઠું હાસ્ય પણ આપણા કુદરતી હાસ્ય જેટલું જ અસર કરે છે.એ આપણા હૃદય ના ધબકારા અને લોહી ના દબાણ ને બરાબર રાખે છે. માટે જો કુદરતી હાસ્ય ની ટેવ ના હોય તો જુઠું હાસ્ય પણ કરવું જોઈએ. એને મોબાઈલ ની દુકાન હતી તેથી મેં તેને પૂછ્યું કે ભાઈ તું તો ધંધાદારી વય્ક્તિ છે. તને તો ખબર જ હશે કે જે સોદા માં ફાયદો જ હોય અને નુકશાન ના હોય એ તો અવશ્ય કરી જ લેવી જોઈએ. બસ હાસ્ય નું પણ એવું  છે. શું કહેવું?

તે થી જ તો મારા ભાઈ  પરીસ્તીથી કોઈ પણ હોય હંમેશા હસતા રહો. હાસ્ય તમને ખરાબ પરીસ્તીથી માં જરૂરી મનોબળ પૂરું પાડશે. હિમંત આપશે. હું હંમેશા સ્મિત વાળા ચહેરા સાથે જ જાગું છું. તે મારો દિવસ એક દમ મસ્ત બનાવે છે.અનુભવ કરવા જેવો છે.

 મને જે યાદ છે તેવી અગત્ય ની કહેવતો

“A smile is a curve that makes everything straight”

“Laughter is the best medicine in the world”

અને છેલ્લે મારી પોતાની લાઈન ઉમેરું

સૌથી સારી દવા જ નહિ પણ મફત માં ઉપલબ્ધ અને કોઈ પણ આડઅસર વગર.

મારા મિત્રએ મને સુંદર હાસ્ય આપ્યું અને ભેટી ને કહ્યું ભાઈ તું મસ્ત સમજાવે છે. હું તને એક પ્રોમિસ આપું છું. હવે થી હું સ્મિત જરૂર રાખીશ મારા ચહેરા પર અને બીજા નેપણ સ્મિત કરવાનું કહીશ.

અમે ઉભા થયા એક સુંદર હાસ્ય સાથે અને અમારા ત્રીજા રાઉન્ડ ની શરૂઆત કરી.

એક સરસ મારો નાનો વીડિઓ જરૂર થી જુઓ.

હંમેશા હસતા રહો. સકારાત્મક રહો. આનંદિત રહો. સુરક્ષિત રહો.

1990cookie-checkજિંદગી બચાવનારી સૌથી અસરકાર દવા- Life-saving Drug- Smile

How useful was this post?

Click on a star to rate it!

Average rating 5 / 5. Vote count: 2

No votes so far! Be the first to rate this post.

As you found this post useful...

Follow us on social media!

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?