ઓનલાઈન ખરીદી -સોનેરી સૂચનો

ઓનલાઈન ખરીદી -સોનેરી સૂચનો

21st December 2018 1 By Dr.Viral Shah

શુભ સવાર મિત્રો. આપ સૌનું letsbuilddestiny માં ખુબ ખુબ સ્વાગત છે.

આજે દિવસ છે કંઇક નવું શીખવાનો. આપણા માં થી ઘણા બધા આ જાણતા પણ હશે, પરંતુ મને લાગ્યું કે આ ખુબ જ અગત્ય ની માહિતી છે જેને તમારા સુધી પોહચાડવી જોઈએ.

આજનો આ યુગ એટલે ટક્નોલોજી નો યુગ છે.ટેકનોલોજી એ આપણી જીવન શૈલી ને ઘણી સરળ બનાવી છે સાથે સાથે જેમ એક જ સિકકા ની બે બાજુ હોય તેમ આપણી ઉપર સાઈબર હુમલાનો ખતરો પણ વધાર્યો છે. આજે આપણા માં થી કોઈ પણ મોટી વેબસાઈટઓ જેવી કે Amazon,Flipkart અને અન્ય થી અપરિચિત નથી. આ બધા ઉપર રૂપિયા ની ચુકવણી કરવા આપણે જે સેવાઓ વાપરીએ છીએ એ પણ ઓનલાઈન જ હોય છે.

વચ્ચે જ ઘણા બધા સમાચાર પત્રક માં ઓનલાઈન ખરીદી ને લીધે થતા અણબનાવો ની વાત કરી હતી. હવે જમાનો બદલાઈ ચુક્યો છે . આપણે પહેલા ના સમય માં પાછા  જઈ શકવાના નથી. તો ચાલો કેટલીક અગત્ય ની વાતો જાણી લઈએ જેથી આપણે સુરક્ષિત ટેકનોલોજી નો ઉપયોગ કરી શકીએ.

ઓનલાઈન ખરીદી.

તમારા ઘર ની બહાર નીકળ્યા વગર , મોટી મોટી લાઈન માં ઉભા રહ્યા વગર આજે ઓનલાઈન ખરીદી બહુ પ્રચલિત અને પ્રસિધ્દ માધ્યમ છે. ઘણી બધી વસ્તુઓ જેવી કે ટીવી.ફ્રીજ, આપણા રોજ બરોજ ના જીવન માં ઉપયોગ માં લેવાતી વસ્તુઓ ની ખરીદી બહુ આસાન થઇ ગઈ છે. તમે ગમે ત્યારે ખરીદી કરી શકો છો. દુકાન ખુલાવાની રાહ હવે જોવાની જ નહિ.

સુરક્ષિત ખરીદી માટે ના કેટલાક સોનેરી સૂચનો

૧ ઓનલાઈન ખરીદી કરતા પહેલા ખાતરી કરી લો કે તમારા કોમ્પ્યુટર સંપૂર્ણ પણે સુરક્ષિત છે.તેમાં એન્ટી-વાઈરસ, એન્ટી-સ્પાયવેર જેવા સોફ્ટવેર નાખેલા હોય અને ચાલુ હોય.

૨. ઓનલાઈન ખરીદી કરતા પહેલા જે વેબસાઈટ મારફતે ખરીદી કરવાની છે એને યોગ્યતા ને ચકાસી લો. બધા અન્ય ગ્રાહકો ના અનુભવો અને અભિપ્રાય ને જાણી લો.જેની પાસે થી ખરીદી કરવાની છે એ માણસ ની પણ સંપૂર્ણ જાણકારી લઇ લો.

૩. વેબસાઈટ ની આગળ HTTPS લખેલું છે કે નહિ તેની પણ તપાસ કરી લો.પછી જ રૂપિયા ની ચુકવણી ની શરૂઆત કરો.એક વાર તમે રૂપિયા ચૂકવી દો પછી તેની પોહ્ચ ની પ્રિન્ટ અવશ્ય લેવી અને ચુકવણી થયા નો જે સંદેશ આવે તેનો એક ફોટો પણ લઇ લેવો.

૪ શક્ય હોય ત્યાં સુધી વસ્તુ આવે પછી જ ચુકવણી નો વિકલ્પ પસંદ કરવો.

૫. પૈસા ની ચુકવણી કર્યા બાદ તરત જ ક્રેડીટ કાર્ડ કે ડેબીટ કાર્ડ અથવા બેંક ના ખાતા માંથી કપાત થયેલ રકમ ની તપાસ કરો. તમે જેટલા ચૂકવ્યા એટલા જ છે કે એના થી વધારે કપાયા છે એની બરાબર તપાસ કરો. કંઈ પણ અજુગતું લાગે કે છેતરપીંડી જેવું લાગે તો તરત જ પોલીસ અને બેંક માં ફરિયાદ કરો.

૬. ઓનલાઈન ખરીદી થઇ ગયા બાદ તરત જ થોડી વાર તમારા ઈંટરનેટ ને બંધ કરી દો. શક્ય હોય તો તમારા કોમ્પ્યુટર ને પણ બંધ કરી દો. કારણકે ઘણા બધા સાઈબર હુમલાખોરો તરત જ તૈયાર હોય છે તમારી બધી જાણકારી ચોરવા માટે.

૭. કોઈ પણ જાતના બનાવટી ઈ-મેલ જેવા કે તમે કરેલા ખરીદી ની ચકાસણી કરો અથવા તમારા ખાતા ની વિગતો આપો વિગેરે  થી સાવધાન રહો. કેમ કે કોઈ પણ જાણીતો ઓનલાઈન દુકાનદાર આવી બધી માહિતી માંગતો નથી. જો તમને આ પ્રકાર ના ઈ-મેલ  આવે તો તરત જ દુકાનદાર ને જાણ કરો.

આબધી જ માહિતી અંગ્રેજી માં હતી જેનું મેં ગુજરાતી માં રૂપાંતરણ કર્યું છે.

ગમે તો આપનો અભિપ્રાય જરૂર થી આપજો.મિત્રો અને પરિવાર જનો ને મોકલજો.

ફક્ત આપનું ઈ-મેલ નીચે લખી ને આજે અમારા સભ્ય બનો.

સદા હસતા રહો. સકારાત્મક રહો.આનંદિત રહો.સુરક્ષિત રહો.

2390cookie-checkઓનલાઈન ખરીદી -સોનેરી સૂચનો

How useful was this post?

Click on a star to rate it!

Average rating 3 / 5. Vote count: 2

No votes so far! Be the first to rate this post.

As you found this post useful...

Follow us on social media!

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?