સાચો ધનવાન ભાગ-૧

સાચો ધનવાન ભાગ-૧

19th December 2018 5 By Dr.Viral Shah

શુભ સવાર મિત્રો, આપ સૌનું letsbuilddestiny માં ખુબ ખુબ સ્વાગત કરું છું.

આજે તમને બધા ને એક સરસ મજા ના સમાચાર આપું છું અને ધન્યવાદ પાઠવું છું. તમારા બધા ના પ્રેમ અને સહકાર થી આજે ૧૪ દિવસ માં જ આપણે ૯૦૦ લોકો સુધી પોંહચી ગયા છીએ. જે આપણી વેબસાઈટ ની. નિયમિત મુલાકાત લે છે. એટલું જ નહિ આપણે ટૂંકા સમય માં સૌથી વધારે વ્યુસ (views) મેળવ્યા છે.આ બધું આપ લોકો ના સહકાર વગર અશક્ય હતું.

ચાલો હવે આજ ના દિવસ ના વિચાર ની વાત કરીએ.

આજે હું આપ સૌ ની સાથે મારી જિંદગી નાં સૌથી સારા અનુભવ ની વાત કરીશ. હું દાંત નો ડોક્ટર છું.આ જેની વાત કરું છું એ અનુભવ મને ૨૦૧૬ માં થયો હતો.હજી પણ એ દિવસો ને યાદ કરું છું તો આનંદ થાય છે. આજ નો મારો આ લેખ કુલ ૨  ભાગ માં છે. તો ધીરજ થી જરૂર વાંચજો,મજા આવશે.

એ સમય હતો દિવાળી વેકેશન નો. બસ દિવાળી વેકેશન પૂરું થવા જ આવ્યું હતું. દિવાળી ની રજાઓ બાદ આપણે જેમ નવા વર્ષ માં કોઈપણ ધંધા ની શુભ શરૂઆત કરીએ તેમજ હું અને મારા પત્ની દિવાળી ની રાજા ઓ પછી નવા વર્ષા માં અમારા દવાખાના ની. ફરી શરૂઆત કરવા માટે જરૂરી વસ્તુઓ ની યાદ બનાવવા માં વ્યસ્ત હતાં.ક્યાં નવા સાધનો લાવીશું. હવે પછી ક્યાં દર્દીઓ ની સારવાર કરવાની છે? દવાખાના માં નવો બદલાવ શું લાવીશું? વિગેરે વિગેર.

સમય તો એની મસ્તી માં મસ્ત પસાર થઇ રહ્યો હતો. લગભગ રાત્રે ૧ વાગ્યા ની આજુબાજુ અમે અમારું બધું કામ પતાવી ને સુવા ની તૈયારી કરી રહ્યા હતા અને અચાનક મારા મોબાઈલ માં ફોન આવ્યો. અજાણ્યો નંબર હોવાથી પહેલા તો મેં ઉઠાવ્યો નહિ પરંતુ બીજી વાર પણ એ જ નંબર પર થી ફોન આવ્યો. મને લાગ્યું નક્કી કોઈક ને તાત્કાલિક સારવાર ની જરૂર હશે. કોઈ ને મારી મદદ ની જરૂર હશે. મેં ફોન ઉપાડ્યો. સામે છેડે કોઈક બહુજ  ચિંતા માં ભારે અવાજ થી વાત કરી રહ્યું હતું.

“ડોકટર વિરલ જોડે વાત કરવી છે”

“જી હું જ છું,બોલો.”

ડોક્ટર સાહેબ આપની તાત્કાલિક જરૂર પડી છે.મારા પત્ની જેમની ઉમર ૪૫ વર્ષ છે એ આપના ત્યાં ૧ મહિના પહેલા આવ્યા હતા. અત્યારે એમને બહુ જ સોજો આવી ગયો છે અને ખુબ જ દર્દ થઇ રહ્યું છે.એ સુઈ શકતા નથી એટલું બધું દુખે છે.૩-૪ દવા આપી પરંતુ કોઈ જ ફરક નથી. દુખાવો તો જાણે હઠ લઇ ને બેઠો છે કે નહિ જાઉં. મદદ કરો સાહેબ.મારા પત્ની તો રડી રહ્યા છે.

“મૈ કીધું ઓ.કે.ચિંતા કરશો નહિ. આપણે ૧૦ મિનીટ માં મારા દવાખાના માં મળીએ છીએ.”

“ખુબ ખુબ આભાર સાહેબ અમે ૧૦ મિનીટ માં આવી જઈએ છીએ”.

પહેલા તો મને વિચાર આવ્યો કે કોઈક સારી અસરકારક દવા આપી ને કાલે સવારે બોલવું.પણ પછી વિચાર આવ્યો કે કોઈક બહુ જ મુસીબત માં છે અને મારી ફરજ માં આવે છે કે એમને મદદ કરવી.

હું અને મારા પત્ની જેઓ પણ દાંત ના ડોક્ટર છે અમે અમારા દવાખાના પર પોહ્ચ્યા. દર્દી ની સારવાર કરવાની જરૂરી બધી  જ તૈયારી કરી લીધી. ધડીયાળ ૧:૧૫ નો સમય બતાવી રહી હતી. જેમ ઘડિયાળ નું લોલક પોતાનું સંપૂર્ણ ધ્યાન ધડીયાળ ને ચાલવવામાં કરે છે તેમ અમે પણ અમારું સંપૂર્ણ ધ્યાન દર્દી ને સાજા કરવામાં લગાવી રહ્યા હતા. ૧:૨૦ ના સમયે એક મોટી ગાડી મારા દવાખાના ના દરવાજા પર આવી ને ઉભી રહી. દર્દી અને એમનો દીકરો આવી ગયા. બહેન તો બહુ જ દર્દ માં રડી રહ્યા હતા. જોઈ ને લાગતું જ હતું કે ખાસા એવા સમય થી દર્દ હશે.અમે તેમને તપસ્યા. અમને તેમના દર્દ નું મૂળ મળી ગયું. એક દાંત જે બહુ જ સડી ગયો હતો એમાં સારવાર ની જરૂર હતી. એમના દીકરા સાથે વાત કરી. એમના દીકરા એ કહ્યું કે જે પણ હોય સારવાર ચાલુ કરી દો. પપ્પા સવારે આવી ને તમને મળી જશે તમે તેમને બધું સમજાવી દેજો. સારવાર અને ખર્ચો .હમણાં એમનું દર્દ દુર કરી એમને સારું કરી દો.

અમે જરૂરી દાંત ની તાત્કાલિક સારવાર શરુ કરી.અને સારવાર શરુ કર્યા ના ૧૦ મિનીટ પછી એમને થોડુંસારું લાગવા માંડ્યું. હવે દર્દ ઓછું થઇ રહ્યું હતું. સારવાર શરુ કર્યા ના ૩૦-૩૫ મિનીટ પછી એમને ઘણું સારું લાગવા માંડ્યું . હસીને ને આભાર પણ વ્યક્ત કર્યો. કહ્યું કે સાહેબ ૩-૪ કલાક મને સખ્ત દુખાવો હતો. જાણે લાગ્યું કે હમણા જ જીવ જતો રેહશે. તમારો અને તમારા પત્ની નો ખુબ ખુબ આભાર સાહેબ.

દર્દી રડતું આવે અને હસતું જાય, સાજુ થઇ ને જાય, એક ડોક્ટર માટે બીજી આનંદ ની વાત વધારે કઈ હોય શકે? એની સામે દુનિયા ના બીજા બધા સુ:ખ ફિક્કા લાગવા માંડે.જયારે તમે કઇંક સારું કરો ત્યારે એ પળ એ જ વખતે અવિસ્મરણીય બની જાય છે.ક્યારેક અનુભવ કરજો.

બીજા દિવસે સવારે મારા પત્ની એ એમને ફોન કરી ને ફોલોઅપ લઇ લીધું. એક સારા ડોક્ટર માટે આ વાત પણ એટલી જ અગત્ય ની છે.કે દર્દી ને એમને આપેલી સારવાર થી કેટલું સારું છે. બહેને જવાબ આપ્યો તમારી સારવાર પછી હું શાંતિ થી ઊંઘી શકી છું. મને અત્યારે ખુબ જ સારું છે અને આગળ ની સારવાર માટે પણ જલ્દી આવી જઈશ. આનંદ ના સમાચાર હતા.

એમના પતિ આવી ને અમને મળ્યા અને કહ્યું કે આગળ ની સારવાર કરી દેજો સાહેબ.તમને બધો ખર્ચ છેલ્લે સારવાર પૂરી થયે આપી દઈશ. એક ડોક્ટર તરીકે અમારી ફરજ માં હોય એટલે એમને સારવાર નું સંપૂર્ણ સમજણ આપી અને તેને લગતા થતા ખર્ચા ની પણ વાત કરી લીધી.એમની સમંતિ થી અમે બહેન ની આગળ ની સારવાર ચાલુ કરી.

અંતે એ દિવસ આવી ગયો જયારે અમે સંપૂર્ણ સારવાર પૂરી કરી.હવે એમને સંપૂર્ણ સારું હતું. આગળ જણાવ્યું તેમ અમે તેમનું એક અઠીવાડિયા જેટલું ફોલોઅપ પણ લઇ લીધું. બહેન ને સંપૂર્ણ સારું હતું.

આ વાત ને બરાબર એક મહિના જેવું થયુ હશે.  અમારા દવાખાના માંથી એમને સારવાર ની ફી ચુકવવા માટે એક પણ ફોન કર્યો નથી. જે પધ્ધતિ અમારા ત્યાં છે એમ મુજબ અમારા ત્યાં નાખેલા સોફ્ટવેર માંથી તમેન બાકી રૂપિયા ચૂકવવા માટે એમને આપેલા મોબાઈલ નંબર પર સંદેશો જાય છે.ભાઈ આવ્યા અને કીધું કે એકાદ અઠવાડિયા માં એ આવી ને  હિસાબ કરી જશે.

આગળ ની જેમ એ આવ્યા જ નહિ.અને હવે તો અમારા દવાખાના માંથી આવતા ફોન પણ ઉપડવાના બંધ કરી દીધા હતા.અમને થયું જે થયું એ થઈ ગયું .ચાલો છોડો.

અહિયાં એક વાત  આપ બધા ને જણાવી દઉં કે એમનો સારવાર નો કુલ ખર્ચો ૬૦૦૦ રૂપિયા જેટલો હતો.આ એટલા માટે કહું છું જેથી આગળ હું જે દર્દી ની વાત કરવાનો છું એમની સાથે તમે સરખાવી શકો.

૫ મહિના પછી ભાઈ આવ્યા અને ૨૫૦૦ રૂપિયા આપી ને કહ્યું કે હવે પછી અમને ફોન કરશો નહિ. આક્રોશ સાથે અમારા દવાખાના માંથી બહાર જતા રહ્યા.

ચાલો એક નજર નાખીએ આજ થી ૫ મહિના પહેલા, રાત્રે ૧:૦૦ વાગે ફોન આવ્યો ત્યારે એ ખુબ જ ચિંતા માં વાત કરી રહ્યા હતા.એમના પત્ની ને ગમે તમે કરી ને દર્દ માંથી છુટકારો આપવવા માટે વિનંતી કરી રહ્યા હતા.એ વખતે એ બધી સારવાર અને જે કઈ પણ ખર્ચ હોય તે આપવા માટે તૈયાર હતા.અમે સારવાર ના ખર્ચ માં તાત્કાલિક સારવાર નો ખર્ચ તો ઘણ્યો પણ ન હતો.

પછી થી જાણવા મળ્યું કે એ ભાઈ અમારા વિસ્તાર ના ખુબ જ ધનવાન અને સુખી વ્યક્તિ હતા. એમના માટે શ્રીમંત હું જાણી જોઈ ને નથી લખતો.ભાગ ૨ માં એની ચર્ચા કરીશું.આ હતો અમારો એક કડવો અનુભવ.

આવતા અંક માં આપણે બીજા એક પ્રસંગ ની વાત કરીશું અને સાચો ધનવાન કોણ એની ચર્ચા કરીશું.

સાચો ધનવાન ભાગ -૨ માટે lestbuilddestiny ને નિયમિત જોતા રહો.

આપના પણ અનુભવો અને વિચારો વિષે જણાવો.

આપના અનુભવો અને વિચારો ને જણાવવા અમને નીચે જણાવેલ email પર સંપર્ક કરો.

Email Id- lestbuilddestinyblog@gmail.com

હસતા રહો. સુરક્ષિત રહો. આનંદિત રહો. સકારાત્મક રહો.

2230cookie-checkસાચો ધનવાન ભાગ-૧

How useful was this post?

Click on a star to rate it!

Average rating 5 / 5. Vote count: 1

No votes so far! Be the first to rate this post.

As you found this post useful...

Follow us on social media!

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?