જેવું વાવશો તેવું જ લણશો.-કુદરત નો એક અટલ નિયમ.

જેવું વાવશો તેવું જ લણશો.-કુદરત નો એક અટલ નિયમ.

25th December 2018 1 By Dr.Viral Shah

આપ સૌનું letsbuilddestiny માં ખુબ ખુબજ સ્વાગત કરું છું. શનિવાર અને રવિવાર ના એક નાનકડા વિરામ બાદ ફરી એક વાર આપણી આ મુસાફરી ને આગળ વધારીશું. મારા ઘણા બધા મિત્રો જે નિયમિતપણે મારા લેખ વાંચે છે તેમની એક વિનંતી હતી કે એક બે દિવસ નો સમય હું એમને આપું જેથી શનિવાર અને રવિવાર એક પણ લેખ પ્રસ્તુત કર્યો નથી.

તો ચાલો ફરી પાછા એક વાર વિચારો નું આદાન-પ્રદાન આપણે આગળ વધારી એ.

આજ ના વિચાર ની શરૂઆત થઇ હતી તા ૧૬/૧૨/૨૦૧૮ ના એક ફોન કોલ થી. મારા એક ખાસ મિત્ર એ મને સવારમાં ૯:૩૦ વાગે કોલ કર્યો અને કહ્યું કે એ મને મળવા માંગે છે. એને કોઈક જરૂરી વાત કરવી છે.

મેં કહ્યું “ઓ.કે ૧૫ મિનીટ માં મળીએ. અમે નજીક ના પાર્ક માં મળવાનું નક્કી કર્યું જેથી એના પ્રોબ્લેમ ની વાત કરતા કરતા ચલાવવાનું પણ થઇ જાય.

અમે મળ્યા અને એને વાત કરવાનું શરુ કર્યું. “ભાઈ હું તારો લેખ નિયમિત વાંચું છું. મેં અપેક્ષા પર તારો લેખ વાંચ્યો. ખુબ જ અદભુત અને સંપૂર્ણ સાચું લખ્યું છે. તે જે અભિયાન શરુ કર્યું છે તેનાથી મારા જેવા કેટલાય લોકો ને મનોબળ મળતું હશે. પરંતુ આજે હું તને મારો પ્રોબ્લમ કહું. હું હંમેશા નિરાશા થી ઘેરાયેલો રહું છું. મારી આજુબાજુ હંમેશા એવા લોકો રહે છે જેમના ચહેરા પર ક્યારેય સ્મિત નથી હોતું.હંમેશા ગુસ્સો અને નકારાત્મક ભાવો જ હોય છે. બસ બદલો લેવાની જ ભાવના. મારા આજુબાજુ ના વાઈબ્રેશન બહુ જ નકારાત્મક છે. મારે તેના થી છુટકારો જોઈ છે. હું શું કરું? તારી પાસે કોઈ રસ્તો હોય તો બતાવ મને. મેં એને કીધું “હા બહુ જ આસાન વાત છે”

આસાન? એને મને પૂછ્યું અને વધુ માં કહ્યું કે ભાઈ હું છેલ્લા કેટલાય દિવસો થી મને સકારાત્મક બનાવે તેવા પુસ્તકો વાંચું છું. ઈંટરનેટ ઉપર પણ આની વિષે જ વાંચું છું. કેટલાય સારા સારા સકારાત્મક વિચારો આપે તેવા વીડિઓ જોઉં છું. પણ જાણે બધું જ વ્યર્થ લાગે છે. કંઈ જ ફરક પડતો નથી.

મેં એને કીધું ભાઈ જો ચિંતા ના કર, મારા અનુભવ પ્રમાણે આ મુસીબત ને દુર કરવાનો કેવળ એક જ રસ્તો છે. હું મારા લેખ માં જે કંઈ પણ લખું છું કે બીજા માણસો ને કહું છું તે હંમેશા મારા અનુભવ ના આધારે જ કહુ છું. જેનો મેં પોતે પહેલા અનુભવ કર્યો હોય અને મને લાગે કે ના આ વાત સાચી અને અસરકારક છે.

મેં એને કીધું કે જ્યાં સુધી હું તને જાણું છું એ મુજબ તારો સ્વભાવ થોડો ગુસ્સા વાળો છે. તું ઘણીવાર બીજા પર વગર વાત નો ગુસ્સો પણ કરે છે. બીજા પર બહુ બુમો પણ પાડે છે. જેની કોઈ જ જરૂર નથી હોતી. હું જે કઈ પણ કહું છું એનો શાંતિ થી વિચાર કરજે. આપણે બધા એ દિવસ માં એક વાર તો આપણા સ્વભાવ વિષે મનોમંથન તો કરવું જ જોઈએ કે હું જે કઈ કરું છું તે બરાબર છે? હું કશું ખોટું તો નથી કરી રહ્યો ને?  

એને પણ સંમતિ આપી અને કહ્યું કે હા યાર વાત તો સાચી છે. પરંતુ મને એમાં કશું જ ખોટું નથી લાગતું. મને નથી લાગતું એ જ મારી આજુબાજુ ના વાતાવરણ નું કારણ છે.

મેં એને કીધું ચાલ તને એક સરસ વાર્તા સંભળાવવું.

એક વખત એક ગામ માં એક ખેડૂત હતો. બહુ જ મહેનતી અને બહુ જ પ્રમાણિક. એને વિચાર્યું જે આ વખતે હું ગાજર ઉગાડીશ. આમ પણ હમણાં કેટલાય વખત થી ગાજર ની માંગ બહુ છે. આ વખતે હું ગાજર ઉગાડું અને પછી એને બજાર માં સારા એવા ભાવ માં આપીશ. મારી બધી મુસીબત નો અંત આવી જશે. એને એ વાત એની પત્ની ને કરી. એ પણ ખુશ થઇ ગઈ એને કીધું કે તમે એક દમ બરાબર વિચાર્યું છે. આપણે એના માટે દિવસ રાત મહેનત કરીશું. ખેડૂત અને એની પત્ની એ બધી તૈયારી કરી લીધી. એમને જમીન ખેડી લીધી અને બીજ પણ રોપી દીધા. કુદરત પણ એમની સાથે હતી.આ વખતે વરસાદ પણ સારો રહ્યો. ખેડૂત અને એની પત્ની ખુબ ખુશ હતા. રાતે સપના પણ એ જ આવે કે સરસ ગાજર ઉગ્યા છે અને એને ખુબ સારી આવક થઇ છે. આગલી સવારે જે બન્યું એ જોઈ ને ખેડૂત અને એની પત્ની એક દમ જ હેબતાઈ ગયા. ગાજર ની જગ્યા એ કારેલા ઉગ્યા હતા. હવે શું કરવુ?એની પત્ની એ પૂછ્યું આવું કેવી રીતે બને? ગાજર ના બીજ રોપ્યા હતા ને કારેલા થયા. ખેડૂત એ કીધું હું ગયો તો હતો ગાજર ના બીજ લેવા પણ એની પાસે હતા નહિ એટલે મેં કારેલા ના બીજ લઇ લીધા. એની પત્ની એ એને કીધું અરે એવું થાય જ કેવી રીતે?કરેલા ના બીજ રોપી ને ગાજર ની આશા કેવી રીતે રખાય? બિચારો ખેડૂત, કેટલું ખરાબ નસીબ એનું.

મારો મિત્ર એક દમ ગુસ્સે થઇ ગયો અને કહ્યું શું ગરીબ બિચારો ખેડૂત? એના જેવો મુરખ કોઈ નહિ હોય. દુનિયા નો સૌથી મોટો મુરખ માણસ. એક દમ સાફ વાત છે કારેલા ના બીજ નાંખ્યાં તો કારેલા જ આવવાનાં ને ગાજર થોડી આવે. મને લાગે છે એને પેલી કહેવત નહિ ખબર હોય કે જેવું કરો તેવું પામો અને જેવું વાવો તેવું લણો. એ તો કુદરત નો નિયમ છે અને એને કોઈ જ બદલી ના શકે. હજી પણ એનો ગુસ્સો શમ્યો નહોતો એને કહ્યું મને તો એના ઉપર સહેજ પણ દયા નથી આવતી.

મેં એને કીધું બસ આજ વાત મારે તને કહેવી હતી. કુદરત નો આ અટલ નિયમ છે કે જેવું આપશો તેવું જ મળશે. આપણે બધા ઉર્જા ના એક સ્ત્રોત છીએ. આપણે બધા એક દૈવિક ઉર્જા સાથે જોડાયેલા છીએ. તેથી જ તો જેવી ઉર્જા તમે આપશો તેવી જ ઉર્જા પાછી મળશે.

જો તમે બીજા માણસો ને કમાવવા નહિ દો તો તમને પણ પૈસા ની તંગી જ રહેશે. તેથી જ અતિ ધનવાન એવા વોરન બફેટ એ પણ કીધું છે કે એક ટીમ બનાવી ને ચાલો.જો તમે બીજ ને માન નહિ આપો તો તમને પણ માન નહિ મળે. જો તમે બીજા માટે નફરત રાખશો તો તમને પણ સામે જ એ જ મળશે.

જો તમે બધા ને પ્રેમ અને આનંદિત વાતાવરણ આપશો તો તમને પણ એવું જ વાતાવરણ મળશે.

હવે તો વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઇ ચૂક્યું છે. આપણા શરીર ની આસપાસ એક ઔરા હોય છે. એક જાત ના ઉર્જા ના તરંગો. મને લાગે છે કે પ્રેમ આપવો અને સામે એવું જ પામવું એજ સારો સૌદો છે.

અનુભવ કરવા જેવો છે. ધીરજ રાખવી ખુબજ જરૂરી છે.

થોડી વાર તો મારો મિત્ર શાંત બેસી રહ્યો અને પછી બોલ્યો “હા એક દમ સાચી વાત. ચાલો હું કોશિશ કરીશ અને એક અનુભવ કરી જોઉ. હું મારો અનુભવ જરૂર શેર કરીશ. હવે મને લાગે છે કે આ જ નિરાકરણ છે.”

મેં એને કીધુ કે જે તે ચાલુ કર્યું છે જેવું કે સકારાત્મક સંગીત સંભાળવું, સારા સારા પુસ્તકો વાંચવા,સકારાત્મક વિચારો વધારે એવા વીડિઓ જોવા એ તો ચાલુ જ રાખજે એ આપણા સારા વિચારો માટે મગજ નો ખોરાક છે. આપણે જે કર્મ કરીએ છીએ એનું હંમેશા નિરીક્ષણ કરતા રેહવાનું. આપણા વિચારો ને આપણે રોકી શકતા નથી પણ એનું નિરીક્ષણ જરૂર કરી શકીએ છીએ. અંત માં તો આપણા વિચારો જ આપણી ઉર્જા બને છે.

એને કીધું એક સુંદર સ્મિત સાથે,ચોક્કસ કરીશ. છેલ્લે એને કીધું કે હું પેલા ખેડૂત ની જેમ મુરખ નથી બનવા માંગતો. અમે બને હસ્યા અને ઘર તરફ ચાલવાની શરૂઆત કરી.

નાના માણસો જે ફૂટપાથ પર કંઇક વેંચી રહ્યા છે એમની જોડે  ૧૦-૧૫ કે ૫૦-૧૦૦ રૂપિયા માટે રકઝક ના કરો. એક વસ્તુ વિચારવા જેવી છે કે એ માણસ કંઇક એનો પ્રયત્ન તો કરી રહ્યો છે. એ ચોરી કે લુંટફાટ નથી કરતો ને. તમારા ૧. રૂપિયા વધારે લઇ ને એ ધનવાન નથી બની જવાનો. એ ફક્ત ૨ ટાઇમ નો રોટલો રળી રહ્યો છે. એ પણ એના બાળકો ને ક્યારેક ફરવા લઇ જવા માંગે છે.

તો આજ થી તમારી રોજનીશી માં નોંધ કરી લો કે જેવું આપશો તેવું મળશે. અથવા જેવું કરશો તેવું જ પામશો.

જો તમે સંમત હોય તો તેને પરિવાર તેમજ મિત્રો સાથે શેર કરો.

તમારા અભિપ્રાય અને અનુભવ ને નીચે જરૂર થી જણાવશો.

સદા હસતા રહો. સુરક્ષિત રહો. સકારાત્મક રહો. આનંદિત રહો.

2621cookie-checkજેવું વાવશો તેવું જ લણશો.-કુદરત નો એક અટલ નિયમ.

How useful was this post?

Click on a star to rate it!

Average rating 4.2 / 5. Vote count: 12

No votes so far! Be the first to rate this post.

As you found this post useful...

Follow us on social media!

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?