
શબ્દો ની અપાર શક્તિ
આપ સૌનું letsbuilddestiny- શક્તિશાળી વિચારો આદાન-પ્રદાન કરવાનું શક્તિશાળી માધ્યમ માં ખુબ સ્વાગત કરું છું.
આજે એક અનોખા વિષય પર ચર્ચા કરીશું. આજે તમારી બધા સાથે એક ખુબ જ જરૂરી અને શક્તિશાળી વિચાર શેર કરવાનો છું અને મને ખાતરી છે કે આ લેખ વાંચ્યા પછી તમે શબ્દો નો ઉપયોગ કરતા પહેલા જરૂર થી વિચારશો.
ચાલો શરુ કરીએ એક અદભુત સફર-શબ્દો ની દુનિયા માં.
બહુ દિવસ બાદ હું અને મારો એક મિત્ર અનાયસે મળી ગયા. થોડી ઘણી વાતો કરી પણ સમય ની મર્યાદા હતી એટલે વાતો ના એ દોર ને ત્યાં જ પૂર્ણ કરવો પડ્યો. બંને ના હૃદય માં ખુબ આનંદ ની અનુભૂતિ હતી. ચહેરા પર જાણે એક અજબ જ ભાવ વર્તાતો હતો. એક પળ માટે તો એમ પણ થઇ ગયું કે સમય ને કહી દઈએ કે ભાઈ થોડી વાર અહિયાં જ ઉભો રહી જા. પરંતુ સમય ક્યાં કોઈ નો મોહતાજ છે એ તો આપણા બધા નો માલિક છે.
પરંતુ છુટા પડતી વખતે નક્કી કર્યું કે આ શનિવાર સાંજે એના ઘરે પરિવાર સાથે જમવા ભેગા થઈશું. બંને તરફ થી સંમતિ અપાઈ ગઈ. જેમ આપણા બધા નો અનુભવ છે તેમ સમય તો એની ગતિ થી ચાલતો રહ્યો અને શનિવાર નો દિવસ આવી ગયો. હું અને મારા પત્ની એના ઘરે ગયા અને ઘર માં પ્રવેશતા જ અમે એક બીજા ને સ્નેહ થી ભેટી પડ્યા. જાણે કૃષ્ણ સુદામા નું મિલન જોઈ લો. કેટલા વર્ષો બાદ આજે ફરી એ સમય આવ્યો જયારે બેસી ને કેટલીક જૂની યાદો તાજી કરવાની હતી. હું અને મારો મિત્ર એના ઘર ના આંગણા માં આવેલા બગીચા માં બેઠા અને વાતો ચાલુ કરી. આપણે બધા એક વાત સાથે તો સમંત થઈશું કે વીતેલો સમય ભલે કેટલો પણ ખરાબ કે ભારે હોય હંમેશા સારો જ લાગે છે. એટલે જ તો આપણા સંતો એ કહ્યું છે કે સમય બધા દર્દ ની દવા છે. સમય કેટલો પણ ખરાબ કેમ ના હોય હંમેશા એક વાત યાદ રાખવાની કે સારો સમય જલ્દી આવશે જ.
અમે બગીચા માં બેસી ને વાતો કરી રહ્યા હતા. ત્યાં નાના છોકરાઓ રમી રહ્યા હતા. અચાનક જ મારા મિત્ર એ જોર થી ગુસ્સા માં બુમ પાડી “ કેવલ! શું કરી રહ્યો છે? તારું મગજ તો ઠેકાણે છે? મૂરખ,કેમ દીવાલ ને ગંદી કરી રહ્યો છે? ત્યાં થી દુર જતો રહે.મૂરખ. કોઈ કામ નો નથી તું. શું થશે તારું?
થોડી વાર તો હું એના દીકરા સામે જ જોઈ રહ્યો. એ જાણે હમણાં રડી પડશે. ઉદાસ ચહેરો. પણ જાણે એને પોતાની જાતને સંભાળી લીધી અને વળી પાછો નાના છોકરાઓ સાથે રમવા લાગ્યો. આજ તો વાત શીખવા જેવી છે નાના બાળકો પાસે થી ભૂલી જવું અને આગળ વધવું.
થોડા સમય બાદ ફરી મારા મિત્ર એ એના પર ગુસ્સે થી બુમ પાડી. “શું કરે છે તું? તારા કપડા તો જો?તું ખરેખર કોઈ કામ નો નથી. મૂરખ. તું જિંદગી માં કઈ જ કરી શકે એમ નથી. બસ આખો દિવસ રમવું છે તારે.જા તારા રૂમ માં જઈ ને ભણવા બેસી જા. મારા રૂપિયા જાડ પર નથી ઉગતા. તારી ફી ભરવા મારે કેટલી મેહનત કરવી પડે છે.હંમેશા ઓછા માર્ક્સ લાવે છે. જા ભણવા બેસી જા હવે.
મેં એને ત્યાં જ અટકાવ્યો અને કહ્યું અરે ભાઈ એની સાથે આ રીતે વાત ના કર.એનો ચહેરો જો. એને કેટલું લાગી આવ્યું છે એ તો જો.
એને મને કહું “ભાઈ આ એના જ સારા માટે છે.એ ક્યારેય ભણવા બેસતો જ નથી અને હંમેશા ઓછા જ માર્કસ આવે છે. ભણવામાં બહુ જ પાછળ છે. જો હું એને નહિ બોલું તો એને મારી બીક જ નહી રહે અને સરખું ભણશે પણ નહિ.પછી એ ભવિષ્ય માં શું કરશે? તને તો આજ નો સમય ખબર જ છે.
આજ ભૂલ આપણે બધા કરતા હોઈએ છીએ. આપણે હંમેશા એમ જ શીખવાડીએ છીએ કે સારા માર્ક્સ લાવવા એ જ જિંદગી છે અને એટલે જ આજે સમાજ માં નાની ઉમરમાં આત્મહત્યા ના બનાવો વધી ગયા છે. એની આપણે બીજા લેખ માં ચર્ચા કરીશું.
મેં એને કહ્યું “ ઓ.કે. પરંતુ તને ખબર છે તું એનું ભવિષ્ય વધારે બગડી રહ્યો છે. એને વધારે કમજોર બનાવી રહ્યો છે. બીજા કેટલાય રસ્તા છે એની સાથે વાત કરવાના. એની સાથે શાંતિ થી બેસી અને સમજાવ. એને હકારાત્મક વિચારો આપ. એને કોઈ સારા હીટેરોસજેશન (heterosuggestion) આપ.
હીટેરોસજેશન (heterosuggestion) એ શું છે? અને એ બધું છોડ જો હું એની જોડે શાંતિ થી વરતીશ તો એ નહિ ભણે.
(હીટેરોસજેશન (heterosuggestion)- એક માણસ દ્વારા બીજા માણસ ને અપાતું સૂચન. તે બે પ્રકાર ના હોય છે. સકારાત્મક -તમે જરૂર થી જીતશો. તમે ખુબ હોશિયાર છો વિગેરે વિગેરે. નકારાત્મક- તમે મૂરખ છો. આ આપણા થી ના થાય. તમે ક્યારેય જીતી શકો જ નહિ વિગેરે વિગેરે.)
હવે જરા એક મિનિટ થોભો અને વિચારો આ પ્રસંગ લગભગ આપણા બધા ના જીવન ને દર્શાવે છે. આપણે બધા પણ આમાં થી પસાર થયા હશું અથવા ક્યારેક આપણે પણ આ જ વસ્તુ કરી રહ્યા છીએ.
હવે મારા મિત્ર ને શબ્દો ની અપાર શક્તિ સમજાવવાનો સમય આવી ગયો હતો. એના માટે મેં એની મુલાકાત એક મહાન અને વિરલ વ્યક્તિ સાથે કરાવી જેનું નામ હતું મસારું ઈમોટો (જાપાનીઝ વૈજ્ઞાનિક, જન્મ: જુલાઈ ૨૨,૧૯૪૩ – મુર્ત્યું – ઓક્ટોબર ૧૭, ૨૦૧૪).એમને લખાયેલા અને બોલાયેલા શબ્દો પાણી ના પરમાણું ઉપર શું અસર કરે છે એના પર પ્રયોગો કર્યા હતા. જે પરિણામ સામે આવ્યા એના થી આખી દુનિયા દંગ રહી ગઈ. પાણી ના પરમાણું આપણા સકારાત્મક વિચારો અને શબ્દો સાથે કેવી પ્રક્રિયા કરે છે અને દુષિત પાણી પણ પ્રાથના અને સકારાત્મક શબ્દો થી શુધ્ધ કરી શકાય છે એ દુનિયા ને બતાવ્યું. આપણા લખાયેલા અને બોલાયેલા શબ્દો ની કેટલી પ્રચંડ અને અપાર શક્તિ હોય છે અને તેથી જ કહી શકાય છે કે શબ્દો જીવિત હોય છે તે સાબિત કરી બતાવ્યું.
તેમનો પ્રયોગ કંઇક આ પ્રકારે હતો. ઈમોટો એ અલગ અલગ કાંચ ના પ્યાલા માં પાણી લીધું અને દરેક પ્યાલા ની પાસે જઈ ને જુદા જુદા શબ્દો બોલ્યા અને સંગીત વગાડ્યું.પછી તે પાણી નું બરફ માં રૂપાંતરણ કરી ને પાણી ના વિવિધ સ્ફટિકો ને માઈક્રોસ્કોપ વડે જોયા. આ પ્રયોગ પછી એમને તારણ આપ્યું કે જે પાણી નો સકારાત્મક શબ્દો અને સંગીત સાથે રાખવમાં આવ્યું એના સ્ફટિક ખુબ જ સુંદર અને શુધ્ધ હતા. તેમજ જે પાણી ને નકારાત્મક શબ્દો અને સંગીત સાથે રાખવામાં આવ્યું તેના સ્ફટિક ખુબ કદરૂપા હતા જે ખુબ જ દુષિત પાણી માં જોવા મળે છે.
તેમને એક ખુબ જ જાણીતા ધોધ નું ખુબ જ દુષિત પાણી લીધું અને તેને પ્રાથના અને સકારાત્મક શબ્દો ની મદદ થી શુધ્ધ કર્યું. તે પાણી શુધ્ધ થયું એટલું જ નહિ તેને પીવા થી ઘણા બધા રોગો મટી શકે એટલું શક્તિશાળી હતું.
જેટલી શક્તિ બોલાયેલા શબ્દો ની છે એટલી જ શક્તિ લખાયેલા શબ્દો ની પણ છે. તેથી જ તો ભારતીય સંસ્કૃતિ માં નામલેખન નો મહિમા વર્ણવ્યો છે. વિજ્ઞાન એ પણ સાબિત કરી દીધું કે જો તમે તમારો ધ્યેય કાગળ પર રોજ લખશો તો તે જરૂર મળશે અને જલ્દી મળશે.તમે જ્યારે કોઈ પણ તમારા લક્ષ્ય ને કાગળ પર લખી દો છો ત્યારે તમારા અર્ધજાગૃત મન માટે તે એક ચિત્ર બની જાય છે અને એ મેળવવા માટે તમને જરૂરી મનોબળ મળે છે.
બીજી વાત મેં તેને હિટેરોસજેશન ની કરી. મતલબ એ જ કે જો આપણે બીજા માણસ ને વારંવાર કહીએ કે તમે કંઈ કરી નહિ કરી શકો.તો તે ખરેખેર કંઈ કરી શકશે નહી. આગળ જણાવ્યું તે પ્રમાણે તે બે પ્રકાર ના હોય છે. જો આપણા દ્વારા બોલાયેલા શબ્દો બીજા માણસ ના અર્ધજાગૃત મન માં ઠસી જાય તો તે શબ્દો હકીકત બની જાય છે. તેની દુનિયા બરબાદ કરી શકે છે.
ખાસ કરી ને ૨-૮ વર્ષ ના બાળકો માં આ બહુ મહત્વ નું છે. ૨-૮ વર્ષ ના બાળકો ના મગજ માં સૌથી વધારે થીઠા તરંગો જોવા મળ્યા છે કારણકે તે ઘણી વધી નવી વસ્તુઓ શીખી રહ્યા હોય છે. તો આ ઉમંર ના બાળકો સામે ક્યારેય નકારાત્મક બોલવું નહિ. એમને હંમેશા સકારાત્મક સમર્થન જ આપવું. જેવું કે આ દુનિયા બહુ મસ્ત છે. બધા માણસો સારા જ છે. કંઈ પણ અશક્ય નથી તારા માટે આવા ઘણા બધા.
પૈસા તો બહુ ખરાબ છે. રૂપિયાવાળા માણસો બનવા કાવા દાવા કરવા જ પડે અથવા આપણે બહુ ગરીબ છીએ. આવા નકારાત્મક સમર્થન ના બોલવા. ચાલો હું એના પર એક અલગ જ લેખ લખીશ કે આપણે આપણા અર્ધજાગૃત મન માં ઘર કરી ગયેલી જૂની ધારણાઓ ને કેવી રીતે બદલી શકીએ.
આ બધી વાતો કર્યા પછી મેં એને મસારું ઈમોટો ના વૈજ્ઞાનિક પ્રયોગો ના કેટલાક વિડીઓ બતાવ્યા.
( લેખ ના અંત માં હું એને મુકું છું. ખાસ જોવા)
જો તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે જાતે પણ તેને ઘરે કરી શકો છો. ખુબ જ આસાન છે.
આ પ્રયોગ ને કરવા થોડો ભાત બનાવી લો તેને ૨ અલગ અલગ કાચ ની બરણી માં ભરી લો. એક પર લવ/ પ્યાર નું સ્ટીકર લગાવો અને બીજા પર નફરત/હેટ નું સ્ટીકર લગાવો. બંને ને તમે રોજ જઈ શકો એવી જગ્યા પર મૂકી દો. હવે રોજ લવ/પ્યાર વળી બરણી સામે જઈ ને સારું સારું બોલો એને પ્યાર થી જોવો અને એ જ રીતે નફરત વળી બરણી સામે જોઈ ને નફરત વાળું બોલો અને ગુસ્સા માં જોવો. થોડાક દિવસ પછી શું થાય છે તે જોવો. લગભગ ૩૦ -૪૦ દિવસ પછી પ્યાર વાળી બરણી ના ભાત એવા જ હશે અને નફરત વાળી બરણી ના ભાત બિલકુલ કાળા પડી ગયા હશે. મેં પોતે પણ આ પ્રયોગ કર્યો છે.
આ બધું સાંભળ્યા અને જોયા પછી એને મને કહ્યું ભાઈ તારો ખુબ ખુબ આભાર. આજે મને એમ થાય છે કે અત્યાર સુધી હું એનું સારું નહિ ખરાબ કરી રહ્યો હતો. હવે થી હું રોજ એની સાથે શાંતિ થી બેસી ને એને સરસ રીતે સમજાવીશ રોજ સકારાત્મક જ વાતો કરીશ. આજે તે મારી આંખો ખોલી દીધી. એ સીધો જ એના છોકરા પાસે ગયો. એને તેડી લીધો અને કહ્યું કે તુ તારો મારો હીરો છે. તું તો પપ્પા નો ઓલરાઉન્ડર છે. અમે બધા ખુબ હસ્યા. મસારું ઈમોટો ને યાદ કરી ને એમના આવા એક અદભુત પ્રયોગ બદલ આભાર માન્યો.
શબ્દો નો પ્રયોગ હંમેશા સાવચેતી થી જ કરવો એના થી આપણી જીવન માં હકારાત્મક બદલાવ આવી શકે છે.
થોડા દિવસ પહેલા જ ,મારો આજ મિત્ર ,મને મળવા આવ્યો હતો. કહું કે મારા દીકરો આ વખતે એની શાળા માં પહેલો નંબર આવ્યો છે. બીજી વાત આ વખતે હું એને લડ્યો નથી બસ તે કીધું તું એમ એની સાથે શાંતિ થી બેસી ને સમજાવ્યું અને રોજ એક સારી સકારાત્મક વાત કરતો હતો. અમને જાગૃત કરવા બદલ તારો ખુબ આભાર ભાઈ.
કેટલીક વાર તમે પણ સાંભળ્યું હશે કે કે ડોક્ટર સાથે વાત કરવાથી જ દર્દી સાજો થઇ જાય છે જયારે ડોક્ટર કહી દે છે કે તમે ચિંતા ના કરો કંઈ નથી તમને બધું મટાડી દઈશ.આ શું છે? જાદુ? ના એ જ તો છે શબ્દો ની શક્તિ.
આજ પછી જે કંઈ પણ બોલો કે લખો. જાગૃત બનજો. નિરીક્ષણ કરતા રેહજો. બીજા ને સકારાત્મક હિટેરો સજેશન આપતા રેહજો.
જો તમને આ લેખ ગમે અને તમે મારી વાત સાથે સંમત હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો.
Excellent work Viral. I think we are late to think as you do….
Nice article n good motivation ??
Nice though
Nice though…it’s really useful.
Nice & useful article.