એક સલામ ભારતીય સૈન્ય ના શહીદ જવાનો ને

એક સલામ ભારતીય સૈન્ય ના શહીદ જવાનો ને

19th February 2019 3 By Dr.Viral Shah

આજનો આ લેખ આપણા શહીદ જવાનો માટે લખું છું.

 તારીખ ૧૪-૦૨-૨૦૧૯ પુલવામા માં જે થયું તેનાથી આખા દેશ માં ખુબજ આક્રોશ ફેલાઈ ગયો છે.

આપણા જવાન ભાઈઓ આ હુમલામાં શહીદ થયા છે. અત્યાર સુધી નો ખુબજ નિર્દય હુમલો. પીઠ પાછળ નો હુમલો. કાયરતા ભર્યો હુમલો. શું કહું? હું પણ ખુબજ આક્રોશ માં છું. અત્યારે આ લખતા લખતા આંખો પણ ઢીલી થઇ જાય છે પરંતુ આ આક્રોશ ને ઠંડો નથી પાડવા દેવો.

આપણા ભારતીય શાસ્ત્રો ખાસ કરી ને કહું તો વશિષ્ટ સ્મૃતિ માં પણ લખ્યું છે જે ૬ વસ્તુ કરે તેને આતતાયી (મહાપાપી) કહેવાય

’वशिष्ठ-स्मृति’ के अनुसार आततायी का लक्षण निम्नलिखित है―
*अग्निदो गरदश्चैव शस्त्रपाणिर्धनापहः ।*क्षेत्रदारहरश्चैव षडेते आततायिनः ।।-(वशिष्ठ-स्मृति ३/१९)*

आग लगाने वाला,विष देने वाला,हाथ में शस्त्र लेकर निरपराधों की हत्या करने वाला,दूसरों का धन छीनने वाला,पराया-खेत छीनने वाला,पर-स्त्री का हरण करने वाला-ये छह आततायी हैं।
ऐसे आततायी के वध के लिए मनुजी का आदेश है―


*गुरुं वा बालवृद्धौ वा ब्राह्मणं वा बहुश्रुतम् ।*आततायिनमायान्तं हन्यादेवाविचारयन् ।।–(मनु० ८/३५०)*

आततायी को चाहे वह गुरु हो या बालक,वृद्ध हो या बहुश्रुत-ब्राह्मण, बिना सोचे शीघ्र मार देना चाहिये।

  1. નિશસ્ત્ર પર હુમલો કરે.
  2. જે આગ લગાડી ને નિર્દોષ ને મારે
  3. જે નિર્દોષ ને ઝેર આપી ને મારે
  4. જે બીજા ની જમીન પડાવી લે
  5. જે બીજા ની સ્ત્રી નું અપમાન કરે
  6. જે બીજા નું સર્વ ધન કપટ થી લઇ લે.

અને જે આ ૬ વસ્તુ કરે તેને આતતાયી કહેવાય. તેની સજા શું? એ પણ એમાં લખ્યું છે.

આતતાયી ને તમે આવતા જોવો તો તેને વિચાર કર્યા વગર હણી નાખવો જોઈએ.

આ વાત ભગવાન કૃષ્ણ અર્જુન ને કુરુક્ષેત્ર ના યુદ્ધ માં સમજાવે છે.

બસ આજે એજ વાત ની જરૂર છે. હણવાનું કામ તો આપણું સૈન્ય કરી નાખશે. એમના પર સંપૂર્ણ ભરોષો છે આખા દેશ ને.

પરંતુ આપણે શું કરી શકીશું? આપણે પણ આપણી બનતી મદદ કરી શકીશું.

જેમ ભગવાન શ્રી રામ જ્યારે માતા સીતા ને લેવા લંકા જતા હતા ત્યારે દરિયા પર સેતુ બનાવવાની જરૂર પડી હતી ત્યારે ત્યાં રહેલા નાના નાના પ્રાણીઓ પણ મદદ કરી કરી હતી. આપણે બધા ને એક ખિસકોલી ની વાર્તા તો ખબર જ છે કે એ ખિસકોલી પણ નાના નાના પથ્થર નાખતી હતી તેમ આજે આપણે પણ દેશ માટે એવી નાની નાની મદદ કરી શકીશું.

દેશ નો તમામ નાગરિક એક થાય,સાથે મળીએ. જવાનો ની આત્મા ને શાંતિ મળે તે માટે આપણે બધા પ્રાથના તો કરી જ રહ્યા છીએ પરંતુ મારું માનવું છે એમની આત્મા ને ત્યારે શાંતિ મળશે જયારે આપણે આતતાયી આંતકીઓ ને હણી નાખીશું. બસ આપણો આક્રોશ ઠંડો ના પડવો જોઈએ. બધા એક થઇ એ અને આ આતંક ને ખતમ કરી દઈએ.

તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે તમારો ફાળો આપો.

આપણે બધા નાની થી લઇ ને મોટી રકમ એકત્રિત કરી શહીદો ના પરિવાર ને મદદ કરી શકીએ છીએ. શહીદો ના પરિવાર ને માનસિક, સામાજિક તેમજ આર્થિક મદદ કરી શકીએ છીએ.સૈન્ય માં ફાળો આપી સારા માં સારી ટેકનોલોજી વિકસાવવામાં મદદ કરી શકીએ છીએ.

સૈન્ય ને જરૂરી શસ્ત્ર સરંજામ અને બુલેટ પ્રૂફ જેકેટ અને બીજું ઘણું બધું જરૂરી વસ્તુઓ માટે આપણો ફાળો આપી શકીએ છીએ.

આપણે સૈન્ય ના ભવ્ય વિજય માટે સાચા દિલ થી પ્રાથના કરી શકીએ છીએ. આપણે ભલે ૧ રૂપિયો આપી ને પણ મદદ કરી શકીએ છીએ. બસ જરૂર છે તો બધા એ એક થઇ ને કરોડો ની આબાદી વાળા આ ભારત ની સાચી શક્તિ બની શકીએ છીએ.

છેલ્લે એક પ્રશ્ન પુછુ છું. How’s the josh Jawan?

તમારા અભિપ્રાય જરૂર થી આપો. આપ પણ કોઈ સુજાવ આપી શકો છો.

આ લેખ ને બની શકે એટલો શેર કરો. તમારા મિત્રો સાથે પરિવાર જનો  સાથે, Social Media પર આ લેખ ને શેર કરો.

આવો સાથે મળીએ અને આ આંતકવાદ ને ખત્મ કરીએ.

આ લેખ ને અંગ્રેજી માં વાંચવા માટે http://www.letsbuilddestiny.org.in/a-salute-to-the-martyr-of-the-indian-army/

4480cookie-checkએક સલામ ભારતીય સૈન્ય ના શહીદ જવાનો ને

How useful was this post?

Click on a star to rate it!

Average rating 5 / 5. Vote count: 2

No votes so far! Be the first to rate this post.

As you found this post useful...

Follow us on social media!

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?