જળ છે તો કાલ છે

જળ છે તો કાલ છે

24th January 2019 3 By Dr.Viral Shah

આપણે પાણી બનાવી શકતા નથી માત્ર બચાવી શકીએ છીએ.

એટલે આપણી પાસે માત્ર એક જ વિકલ્પ છે.

પાણી જોઈતું હોય તો એને બચાવો.

ઘરમાં આપણે ૧૦ રીતે પાણી બચાવી શકીએ છીએ

લીકેજ રોકીશું તો મહીને ૧૦૦૦ લિટર પાણી બચશે.

મામુલી લીકેજ હોય તો પણ મહીને ૧૦૦૦ લિટર પાણી વેડફાઈ જાય છે. અભ્યાસ મુજબ લીકેજમાં એક નળમાંથી દર મિનિટે પાણીના ૪૫ ટીપાં ટપકે છે.એટલે કે ત્રણ કલાકમાં ૧ લિટર કરતા વધારે પાણી વહી જાય છે.

બ્રશ કરતી વખતે નળ બંધ રાખવાથી બચશે ૭૦૦ લિટર પાણી

બ્રશ કરતી વખતે વોશબેશીનનો નળ ખુલ્લો હશે તો એક વખતમાં જ ૪ થી ૫ લિટર પાણી વહી જાય છે.એટલે કે મહીને ૧૫૦ લિટર, ચાર વ્યક્તિના પરિવારમાં ૬૦૦ થી ૭૦૦ લિટર પાણી આમ જ વેડફાઈ જાય છે.

નળ બંધ રાખીને શેવિંગ કરો ૨૦૦ લિટર પાણી બચશે.

શેવિંગ કરતી વખતે નળ ખુલ્લો રાખવાથી ૫-૭ લિટર પાણી વેડફાઈ છે.તેના બદલે મગમાં પાણી લઇને શેવિંગ કરો, નળ બંધ રાખીને શેવિંગ કરવાથી એક મહિનામાં આશરે ૨૦૦ લિટર પાણી બચાવી શકાય છે.

શાવરના બદલે બાલ્ટી બચાવી શકે છે ૮૦% પાણી

ન્હાતી વખતે શાવરનો ઉપયોગ કરશો નહિ.એક બાલ્ટી પાણીથી ન્હાવાનું રાખશો તો ૮૦% પાણી બચશે.દેશની વસ્તીની ૨૦% જો આમ કરશે તો દરરોજ ૬૨૫ કરોડ લિટર પાણી બચશે.

વાસણ માંજતી વખતે દરરોજ ૨૦ લિટર પાણી બચાવી શકાય છે.

નળની નીચે વાસણ ધોવાને બદલે જો બાલ્ટી કે ટબમાં પાણી લઈને ધોવાથી ચાર વ્યક્તિનો પરિવાર રોજનું ૨૦ થી ૨૫ લિટર પાણી બચાવી શકે છે. માત્ર ટેવ પાડવાની જરૂર છે.

વોશિંગ મશીન યોગ્ય ઢબે વાપરવાથી પણ પાણી બચશે.

બે જોડી કપડા ધુઓ કે ૧૦ જોડી, પાણી સરખું જ વાપરવાનું છે. તેથી વોશિંગ મશીન ત્યારેજ વાપરો જયારે ઘણાં બધા કપડાં ભેગા થયા હોય. આ રીતે દર મહીને ૫૦૦ લિટર પાણી બચી શકે છે.

ટોઇલેટમાં લીકેજ હશે તો પાંચ હજાર લિટર પાણી વેડફાશે.

ટોઇલેટ ટેંક અવારનવાર લીક હોય છે તેને અટકાવવામાં આવે તો ૫ હજાર લિટર પાણી દર મહીને બચી જશે ફલશના બદલે બલ્તીનો ઉપયોગ કરીને રોજ આશરે ૧૦૦ થી ૧૨૫ લિટર પાણી બચાવી શકાય છે.

બાલ્ટી થી કાર ધોવાથી ૧૩૦૦ લિટર પાણી બચશે.

પાઈપથી કાર ધોવામાં એકવારમાં ૧૫૦ લિટર પાણી નો વપરાશ થાય છે. જયારે બાલ્ટી માં પાણી લઇ ને કાર સાફ કરીએ તો ૨૦ લિટર વપરાશ થશે. એટલે કે દરેક વખતે તમે ૧૩૦ લિટર પાણી બચાવી શકો છો.

આર.ઓ.મશીનના વેસ્ટ પાણીનો ઉપયોગ કરો.

આર.ઓ.મશીન દ્વારા ૧ લિટર ચોખ્ખું પાણી મેળવવા માટે ૩ થી ૪ લિટર પાણી વેસ્ટ જાય છે. આ હિસાબે એક દિવસ માં ૩૦ થી ૪૦ લિટર થાય. તેનો ઉપયોગ છોડ-વૃક્ષો ને સિંચવા, ટોઇલેટ અને ગાડી ધોવા માટે કરી શકાય છે.

છોડને પાણી ની નહિ,ભેજ ની જરૂર છે.

ભેજ દ્વારા છોડ જમીનમાં રહેલો ખોરાક ચૂસે છે.પાણી પાંદડા સુધી પહોંચે ત્યારે સૂર્યપ્રકાશ થી છોડ ખોરાક બનાવે છે. વધુ પાણી આપવાથી પાક ને નુકશાન થાય છે.જરૂર કરતા પાણી વધુ આપવાથી ખર્ચ પણ વધે છે.

આપનો અભિપ્રાય જરૂર થી શેર કરો. ગમે તો તમારા મિત્રો અને પરિવાર જનો સાથે જરૂર થી શેર કરો.

સદાય હસતા રહો. સુરક્ષિત રહો.આનંદિત રહો.સકારાત્મક રહો.

3000cookie-checkજળ છે તો કાલ છે

How useful was this post?

Click on a star to rate it!

Average rating 4.4 / 5. Vote count: 7

No votes so far! Be the first to rate this post.

As you found this post useful...

Follow us on social media!

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?