
અંધશ્રદ્ધા – એક ભયંકરરોગ Superstition (Misbelief)- A Frightful Disease
આપ સૌનું માં letsbuilddestiny ખુબ સ્વાગત છે.
Letsbuilddestiny- A powerful platform to share powerful thoughts.
આજે ફરી એક વાર આપ લોકો ની સાથે એક ખુબ જ જરૂરી વિચાર શેર કરવા માંગું છું. આપ સૌ ને વિનંતી પણ કરું છું કે મારા આ વિચાર સાથે સમંત હોવ તો એને બીજા લોકો સાથે પણ શેર જરૂર કરશો.
હમણાં છેલ્લે જે લેખ મેં લખ્યો દુનિયા નો સૌથી ખતરનાક ઝોન – કમ્ફર્ટ ઝોન જેને સારો એવો પ્રતિસાદ મળ્યો. બધા મારી વાત સાથે સમંત પણ થયા. ઘણા બધા મારા મિત્રો એ તે લેખ ને તમેના મિત્રો અને પરિવાર જનો સાથે શેર પણ કર્યો. જેના માટે એ લોકો નો ખુબ જ આભારી છું.
મિત્રો છેલ્લા કેટલા સમય થી મારા જીવન માં જે પ્રસંગો બન્યા તેમજ અન્ય લોકો સાથે ચર્ચા કરતા જે જાણવા મળ્યું તે પરથી હું આજ નો આ લેખ રહ્યો છું. શિર્ષક વાંચી ને આપ સૌને ખ્યાલ તો આવી જ ગયો હશે. મને ખાતરી છે જે ઘણા બધા જવાન મિત્રો અને મારા ફોલોવર્સ મારી સાથે સમંત પણ થશે. તો બીજી બાજુ કદાચ અમુક લોકોને નહિ પણ ગમે.
પહેલા તો જણાવી દઉં કે આ લેખ દ્વારા હું કોઈ ની પણ ધર્મ માન્યતા દુભાવા માંગતો નથી. ફક્ત એક પ્રયત્ન કરી રહ્યો કેટલીક હકીકત આપ લોકો સુધી પોહચડવાનો. કેટલીક જૂની જૂની અંધશ્રદ્ધા ની સાચી હકીકત શું છે? તે કેમ કરતા આપણા જીવન માં આવી? તેની પાછળ નું સાચું રહસ્ય છું છે? અને હજી સુધી તે કેમ એમ જ ચાલ્યું આવે છે? મારી આપ સૌને વિનંતી છે કે ધીરજ રાખી આ લેખ ૨ ભાગ રજુ થશે તો આપ સૌ આ આજનો આખો લેખ જરૂર વાંચશો.
ચાલો તો શરુ કરીએ આ લેખ ની એક નાનકડી વાર્તા થી.
એક ગામ માં એક બ્રામણ રેહતો હતો. તે ખુબ જ વિધવાન હતો. કોઈ પણ કાર્ય ને સરસ રીતે પૂર્ણ કરતો હતો. બ્રામણ રોજ સવારે પોતાના પૂજા પાઠ કરે અને પછી કામ પર જવા નીકળે. ગામ માં બધા ને એના માટે ખુબ આદર ભાવ હતો. લોકો પોતાની તકલીફો એને કહેતા અને તે એમને યોગ્ય સુજાવ પણ આપતો. એ લોકો ને કહેતો પણ ખરા કે અંધશ્રદ્ધા થી દૂર રેહજો. કોઈ પણ કાર્ય કરતા પહેલા તે કેમ કરવું અને શા માટે કરવું આની જીજ્ઞાશા રાખજો.
એક દિવસ બ્રામણ ને રાજ દરબાર માં બોલવામાં આવ્યો. રાજા એને કહ્યું કે: “આપ વિધવાન નું નામ બહુ સાંભળ્યું છે અને આપણા ખુબ વખાણ પણ સાંભળ્યા છે. રાજા એ પોતાની તકલીફ એને કહી અને કહ્યું કે આપણે આપણા રાજ્ય માં એક સરસ યજ્ઞ નું આયોજન કરીએ અને બધા લોકો ને એમાં આમત્રણ આપીએ. લોકો પણ આ કાર્ય માં આપણા સહભાગી બને.
બ્રામણ એ કહ્યું જેવી આપણી ઈચ્છા અને આજ્ઞા મહારાજ. હું ઘરે પોહચી ને કાલ થી એની તૈયારી શરુ કરી દઈશ. રાજા અને બ્રામણ ના વાર્તાલાપ મુજબ એક તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યો. બધા નગરજનો ને પણ આમત્રણ આપ્યું. લોકો થયું કે આ તો પુણ્ય સામે ચાલી ને આવ્યું છે એક તો રાજા ના આવા કાર્ય માં આપણે સહભાગી થવાનું અને બીજું આવા વિધવાન બ્રામણ જોડે થી આવું સરસ કાર્ય થવાનું. બધા નગરજનો એ પણ રાજા ને સંપૂર્ણ સહકાર આપ્યો અને તારીખ આવે તે પહેલા બધી તૈયારી થઇ ચુકી હતી.
સમય આવી ગયો. બધા નગરજનો આવી ગયા. રાજા પધાર્યા અને યજ્ઞ નો પ્રારભ થયો. આ યજ્ઞ ૩ દિવસ સુધી ચાલવાનો હતો. મુર્હત પ્રમાણે કાર્ય ની શરૂઆત થઇ ગઈ. થોડા સમય બાદ એક બિલાડી યજ્ઞ માં આવી. યજ્ઞ ના કાર્ય માં અવરોધ ઉભો કરવા માંડી. શરૂઆત માં તો બ્રામણ એ ગણકાર્યું નહિ. પંરતુ થયું કે જો આ બિલાડી આમ જ કરતી રહેશે તો આ કાર્ય યોગ્ય સમય થી યોગ્ય રીતે પૂર્ણ થશે નહિ.
તેને એક યુક્તિ કરી.તને બિલાડી ને પકડી અને નજીક ના ઝાડ સાથે બાંધી દીધી. બધા લોકો એ આ જોયું. બ્રામણ એ બિલાડી ઝાડ સાથે બાંધી અમુક મંત્ર બોલ્યા છે. બધા ને થયું કે આ પૂજા કરવાની એક રીત હશે. જ્યાંસુધી યજ્ઞ પૂરો થયો ત્યાં સુધી પેલી બિલાડી ને ઝાડ સાથે બાંધી રાખી અને જેવો યજ્ઞ પૂરો થયો કે છોડી મૂકી. બસ આ બધા લોકો એ જોઈ લીધું.
યજ્ઞ બીજા દિવસ થી બ્રામણ ને કોઈક કામ માટે બહાર જવાનું થયું. બ્રામણ એ બધા ને કીધું કે મારે એક સપ્તાહ માટે નજીક ના ગામ જવાનું છે આપ સૌ આ પૂજા રોજ કરજો. આપણા જીવન માં સુખ અને શાંતિ બની રહશે. બધા એ એમના આર્શીવાદ લીધા અને પોતના ઘરે ગયા
થોડા દિવસ બાદ જયારે બ્રામણ પાછો આવ્યો એને જોયું કે દરેક લોકો ના ઘર ના ઝાડ પાસે બિલાડીઓ બાંધેલી હતી અને લોકો પૂજા કરતા હતા. પૂજા પૂરી થતા બિલાડી ને છોડી મુકતા. બીઅજ દિવસે વળી પાછુ એમ જ કરતા.
બ્રામણ ને થયું જે આ બધા શું કરી રહ્યા છે? કેમ આ એક નિર્દોષ જીવ ને પકડી લાવી અને બળજબરી બાંધી રહ્યા છે. એમને એક જન ને પૂછ્યું:” બધા કેમ આ બિલાડી ને બાંધે છે અને પછી પૂજા કરે છે?”
પેલા એ કહ્યું :” અરે આચાર્ય શ્રી, આપ ભૂલી ગયા લાગો છો. યાદ છે આપે રાજા ના ત્યાં જયારે યજ્ઞ કર્યો હતો ત્યારે એક બિલાડી ને ઝાડ સાથે બાંધી ને પૂજા કરી હતી. ત્યારબાદ રાજા ના ત્યાં ૨ પુત્રો નો જન્મ થયો. રાજા એ અનેક રાજ્ય પર જીત મેળવી. રાજ્ય ની સમૃદ્ધિ માં વધારો થયો.
અને તમે કહ્યું હતું ને કે બધા હવે આ રીતે જ રોજ પૂજા કરજો. અમે આપે કીધેલું પાળી રહ્યા છે.
બ્રામણ ને આ સાંભળી જાણે પગ નીચે થી જમીન સરકી ગઈ. તેઓ રાજા ને મળ્યા અને બધી વાત કરી અને કહ્યું કે આપણે લોકો ને આવી અંધશ્રદ્ધા માં પડતા અટકવા પડશે..
રાજા એ કહ્યું: ઠીક છે આપણે એક સભા નું આયોજન કરીએ અને બધા ને જણાવીએ”
સભા માં બધા લોકો આવ્યા. રાજા એ બ્રામણ એ કરેલી વાત કરી. બ્રામણ એ બધા લોકો ને સમ્જ્વ્યા કે એમને બિલાડી એટલે બાંધી હતી કારણકે તે યજ્ઞ માં અવરોધ કરતી હતી. જેથી યજ્ઞ ખલેલ પડી રહી હતી. અને રહી વાત રાજા ની તો રાજા એ તો રાજ્ય માં સુખ અને શાંતિ બની રહી તે માટે આ યજ્ઞ કરવ્યો હતો. બ્રામણ એ કહ્યું કે : “ હું આ લોકો ને હંમેશા કહેતો રહ્યો કે અંધશ્રદ્ધા થી દૂર રહેજો. કોઈ કામ કેવી રીતે અને શા માટે કરવાનું એ જાણજો પરંતુ આપ સૌ પણ એ જ કર્યું જે બીજા અન્ય લોકો કરે છે.” જે વાત નું મને બેહદ દુખ છે.
બધા એ બ્રામણ ને વચન આપ્યું જે આજ પછી અમે કોઈ આવી અંધશ્રદ્ધા માં નહિ આવીએ. અને કેમ આ કર્યું અથવા આ કાર્ય કેમ કરવાનું તેની વિષે સંપૂર્ણ જાણકારી લઈશું.
વધુ આવતા અંકે…..
આપનો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્ષ માં જરૂર જણાવશો.
વાંચવા જેવા લેખ: https://www.letsbuilddestiny.org.in/dont-give-up-victory-is-all-yours/
Nice story and story line….
More eager to know about different incidents….with example …explore what people perceive and understand and what is science behind that…may be list of that tricks are too long …but cover at least most common one.
Thanks.
Nice try
Story based concept always work
Cats are always connected with superstition
Poor Cats!!
This is for social uplifment your writing goes
I appreciate your try keep it up
[…] વખત પહેલા આપ લોકો એ જે લેખ વાંચ્યો અંધશ્રદ્ધા – એક ભયંકરરોગ Superstition (Misbelief)- A Frigh…એનો બીજો ભાગ જલ્દી આપ લોકો વાંચી […]
An excellent post, congratulations !!