ઈશ્વર પર નો ભરોસો – ભગવાન કહેશે “ લે બેટા આ તારું “

ઈશ્વર પર નો ભરોસો – ભગવાન કહેશે “ લે બેટા આ તારું “

16th April 2019 9 By Dr.Viral Shah

આપ સૌનું માં letsbuilddestiny ખુબ સ્વાગત છે. Letsbuilddestiny- A powerful platform to share powerful thoughts.

મિત્રો હમણાં થોડા દિવસ પહેલા જ આપણે સુખ અને દુઃખ વિષે આપણા વિચારો ને જોયા.

સુખ આપણી અંદર જ છે -જીવન જીવવા નો નવો દ્રષ્ટિકોણ લેખ આપ બધા એ ખુબ વખાણ્યો અને ઘણા બધા મારી વાત સાથે સંમત પણ થયા. જેન માટે હું આપ સૌનો આભારી છું. અમુક લોકો એ તો મારા એ વિચાર ને ઘણા બધા લોકો સાથે શેર પણ કર્યો અને મને લખ્યું કે  ભાઈ તમારો આ વિચાર અમે અમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કર્યો અને એક સારો વિચાર શેર કરી ને અમને જે અનુભૂતિ થઇ તે તમારા કહેવા પ્રમાણે અદભુત હતી. ખરેખર કોઈ ને એક સારો વિચાર આપવા થી જે આનંદ થાય છે તે અવરણીય હોય છે.પ્રભુ કૃપા આપણા બધા પર સદા વરસતી રહે અને આપણી આ સારા વિચારો આપવાની આ યાત્રા આમ જ ચાલતી રહે.

ચાલો તો આગળ વધીએ આજ ના વિચાર સાથે.

આ લેખ લખવાની પ્રેરણા મને મારી દીકરી રિયાંશી એ આપી છે. જેની ઉમર ૮ મહિના છે.

રવિવાર નો દિવસ હતો. રવિવાર ની રજા હોવાથી હું ઘરે જ હતો. નક્કી જ કર્યું હતું કે આજનો બધો સમય મારી નાની દીકરી માટે. રોજ હોસ્પિટલ માં દર્દીઓ સાથે સમય ક્યાંય વીતી જાય એનો ખ્યાલ જ ના આવે. સવારે ઈશ્વર ને પ્રાથના કરી ને જવાનું કે હે પ્રભુ સદા સાથે રેહજો અને મારી અંદર વસી તું જ બધાના દર્દ દૂર કરજે. પ્રભુ ની પણ કૃપા તો વિચારો આપણી અંદર રહી ને સારા કર્યો એ કરે અને મેવા ખાવા આપણા ના મળે. કેટલા કૃપાળુ છે ઈશ્વર.

આજે સવારે ઊઠી ને સેવાપૂજા પતાવી ને બીજું નાનું મોટું કામ પતાવી ને બસ હવે દીકરી ને રમાડવાની રાહ જોવાઈ રહી હતી. મારી દીકરી નાની અને જેમ એક લેખ માં મેં લખ્યું હતું કે બે લોકો સાથે સમય અવશ્ય પસાર કરવો જો તમે એ લેખ ના વાંચ્યો હોય તો અહિયાં ક્લિક કરો.

બાળક જ્યાં સુધી નાનું હોય ત્યારે જ એનો સમય આપણા માટે હોય છે. જેમ બાળકો મોટા થાય છે તેમ પછી તેમનું દોસ્તો નું અલગ વર્તુળ હોય અને આજના સમય માં કદાચ ભણવા માટે બહાર જવું પડે કે નોકરી મળે તો બહુ જ લાંબા કામકાજ નો સમય. ધીમે ધીમે  આપણા ને સમય નથી આપી શકતા.એમાં એમનો કશો બ=વાંક જ નથી. એટલે નાનપણ ના સમય બની શકે એટલું બાળક સાથે સમય વિતાવવો.

મારી દીકરી જાગી એટલે એને મને હસતા હસતા શુભ પ્રભાત કીધું. એનો હસતો ચહેરો જોઈ ને જ આપણે બધી તકલીફો ભૂલી જઈએ.

આજે નક્કી કર્યું હતું એ મુજબ મેં એને તેડી લીધી. એની સામે એના રમકડા નો ખજાનો મૂકી દીધો. એને જાણે ભગવાન મળ્યા હોય એમ રાજી થઇ ગઈ. અલગ અલગ રમકડા થી રમવા લાગી. થોડી વાર પછી રમતા રમતા મેં એના રમકડા અલગ અલગ જગ્યા મુક્યા જેથી એ લેવાનો પ્રયત્ન કરે. એના અમુક મનગમતા રમકડા મેં એવી રીતે ગોઠવ્યા કે એને લેવા એ આગળ આવે. એમાં એનું જે સૌથી મનપસંદ રમકડું હતું તે મેં સૌથી ઉપર મારી સાથે રાખ્યું. થોડી વાર તો એ આ બધું જોઈ રહી. રમકડા ને પણ જોઈ રહી. એનું સૌથી વધારે મનપસંદ રમકડા ને પણ જોઈ લીધું. અને થોડી વાર આ બધું જોયા પછી એને ખસવાનું શરુ કર્યું. એને બીજા કોઈ જ રમકડા રસ ન હતો. એને બસ એનું પેલું મનપસંદ રમકડું જે મારી સાથે હતું એ જ લેવું હતું. એને પૂરતા પ્રયત્નો ચાલુ કર્યા.પૂરો દમ લગાવી ને મારી તરફ આવી રહી હતી પરંતુ થોડી વાર પછી પણ એને એ ના મળતા બુમો પડવાનું શરુ કર્યું અને પ્રયત્નો ચાલુ રાખ્યા. થોડી વાર બાદ ના મળતા હવે એને લાગ્યું કે મને નહિ મળે એટલે એને રડવાનું શરુ કર્યું અને જેવું એ રડી કે મેં હું એની જોડે ગયો એને ઊંચકી લીધી અને કહ્યું જે લે આ તારું રમકડું બસ. મારી દીકરી રાજી રાજી થઇ ગઈ.

આ આખો પ્રસંગ જોઈ ને મને જે વિચાર આવ્યો તે કંઇક આ પ્રમાણે હતો.

મને લાગ્યું બસ આ જ વસ્તુ આપણા પ્રભુ જે આપણા ને ખુબજ પ્રેમ કરે છે એ કરતા હશે. ક્યારે મારો દીકરો ઊઠે અને હું એને જોઉં. એ મને હસી ને શુભ પ્રભાત કરે અને હું એને ભેટી પડું. જેવા આપણે ઊઠીએ ભગવાન આપણા ને બધી જ શક્તિ નો ખજાનો આપી દે. લે બેટા જા આ બધું તારું. આપણે રાજી થઇ જઈએ . પછી આપણે પણ આપણા ને ગમતા રમકડા જેવા કે ઘર,ગાડી, ફેક્ટરી અને પૈસા કમાવામાં આપણે વ્યસ્ત થઇ જઈએ. ભગવાન તો આપણા પિતા છે ખબર જ હોય કે મારા દીકરા નું સૌથી મનપસંદ રમકડું કયું છે? એ આપણું મનપસંદ રમકડું એની જોડે રાખે અને એ મેળવવા આપણે ખુબ મહેનત કરીએ અને સાચા હર્દય થી પ્રયાસ કરીએ. બહુ મુશ્કીલીઓ આવે તો પણ આપણે આપણો પ્રયત્ન ના છોડી એ. અંતે લાગે બસ હવે નહિ  મળે હું મારો સૌથી સારામાં સારો પ્રયાસ કરી ચુક્યો છું અને આપણે નાસીપાસ થવા જઈએ અને આપણો પિતા ભગવાન આપણા ને ટેકો આપે ને કહે “બેટા ના નાસીપાસ ના થઈશ.લે બસ આ રમકડું ( ફેક્ટરી, નામ, કીર્તિ, રૂપિયા, તંદુરસ્તી, જે હોય તે ) તારું બસ”અને આપણે રાજી થઇ જઈએ.

પણ જરા વિચારો જો આપણે જે જોઈએ છે તે મેળવવા જો પ્રયાસ જ ના કરીએ તો, જો મારી દીકરી એ એને ગમતું રમકડું લેવાનો પ્રયાસ જ ના કર્યો હોત તો? જો આપણે થોડા જ પ્રયાસ પછી જે મળે છે એ જ લઇ ને ખુશ રહીએ તો?

તો હું તો એમ કહું કે આપણા બધા નો આ પરમ કૃપાળુ પિતા કદાચ દુઃખી થઇ જતો હશે. એમને થતું હશે કે અરે રે મેં મારા દીકરા /દીકરી ને આટલી બધી શક્તિ આપી એને કઈ કર્યું જ નહિ. એને જોઈ છે જે એ મેળવવા એને કોઈ પ્રયાસ જ ના કર્યા. એક વાર જીવન માં જે જોઈએ છે તે મેળવવા સાચા હર્દય થી પ્રયત્નો કરી જોવો. તકલીફ બહુ પડશે પરંતુ પછી જ્યારે એ મળશે ત્યારે આનંદ અલગ હશે.

trust his plan

બીજું જેમ મારી દીકરી હસતી જાગી અને અમે બધા ખુશ થઇ જઈએ તેમ જો આપણે પણ હસતા હસતાં સવાર જાગીએ તો આપણા પરમાત્મા રાજી થઇ જાય. એમને પણ લાગે કે મારા સંતાનો ખુશ છે એમનો પણ થાક ઉતરી જતો હશે. બધા આખો દિવસ એમને ફરિયાદ કર્યા કરે કે મારી પાસે આ નથી અને બીજું બહુ બધું. આપણે કહીએ એ “મારી પાસે રૂપિયા નથી એટલે હું ખુશ નથી”, તો ભગવાન કહે “એમ દીકરા લે આ આપ્યું”. તો પણ આપણે દુઃખી જ અને ફરિયાદી જીવન. જરા વિચારો આપણે રોજ જીવન માં કેટલી ફરિયાદો કરીએ છીએ.

આપણા પરમ પિતા ને પણ દુખ થતું હશે અને જો આપણે હસતાં હસતાં જાગીએ એમને વંદન કરીએ તો એમને કેટલું સારું લાગે.જરા વિચારો. ભગવાન આપણે અમાપ શક્તિ નો ખજાનો આપી દે છે .એ  આપણી તકલીફ છે કે આપણે એને ઓળખી શકતા નથી.આપણે આપણા ને જે જોઈએ છે તે માટે પ્રયાસ કરતા નથી. આપણે આપણા “Comfort Zone” ની બહાર જતા નથી.થોડીક તકલીફ પડી કે બસ નહિ કરવાનું. જેટલું મળે એટલું લઇ ને ખુશ રેહવાનું. સંતોષ માં રહેવાનું જરૂરી છે પણ જીવન માં વિકાસ કરવા પ્રયત્નો કરવા પણ જરૂરી છે. ઈશ્વર બધું જોવે છે એ તો આપણા પિતા છે જો આપણે દુઃખી હોઈ શું તો એમને વધારે તકલીફ થતી હશે પરંતુ આપણા સાચા હર્દય ના પ્રયત્નો પછી એ આવી ને આપણે ટેકો આપે ખોળા માં બેસાડે અને કહે કે “લે આ તારું મારા દીકરા.”

જીવન માં હસતા રહો. તમને જે વસ્તુ જોઈએ છે એના માટે સાચા હર્દય થી પ્રયત્નો કરો અને પછી શું આપણા પિતા રાજી થઇ ને કહેશે” લે બેટા આ તારું.”  

અને અંત માં એક વાત એટલી જ કે ભગવાન આપણા જે કઈ આપણે તેમથી કંઇક સારા કર્યો કરજો. અંતે તો “તેરા તુજકો અર્પણ”

વાત ગમી હોય અને મારી વાત સાથે સમંત હોવ તો શેર જરૂર કરજો. આપનો અભિપ્રાય પણ નીચે જરૂર જણાવશો.

સદા હસતાં રહો.સદા સુરક્ષિત રહો.સદા આનંદિત રહો. સદા હકારાત્મક રહો.

7530cookie-checkઈશ્વર પર નો ભરોસો – ભગવાન કહેશે “ લે બેટા આ તારું “

How useful was this post?

Click on a star to rate it!

Average rating 3.6 / 5. Vote count: 8

No votes so far! Be the first to rate this post.

As you found this post useful...

Follow us on social media!

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?